GSTV
India News Trending

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

કેન્દ્ર સરકારની સાથે જમ્મુ-કાશ્મીરના નેતાઓની બેઠક બાદ પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આર્ટિક-370 પર કોઇ સમજૂતી થઇ શકે નહીં. મેં બેઠકમાં પીએમ મોદીને કહ્યું કે તમારે કલમ-370ને હટાવવી હતી, તો પછી તમારે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા બેઠક બોલાવીને હટાવવી જોઇતી હતી. આ રીતે ગેરકાયદેસર રીતે હટાવવાનો કોઇ હક નથી.

પીડીપી અધ્યક્ષે કહ્યું કે જમ્મુ-કાશ્મીરની શાંતિ માટે જો પાકિસ્તાન સાથે વાત કરવી પડે તો કરવી જોઇએ. પાકિસ્તાન સાથે વેપારને લઇને પણ વાત કરવી જોઇએ. આ ઘણા લોકોના રોજગારનો સ્ત્રોત છે.

આર્ટિકલ-370ના નિર્ણયથી અમે સહમત- ઓમર અબ્દુલ્લા

દિલ્હીમાં પીએમ મોદીની સાથે યોજાયેલી બેઠક બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે અમે પાર્ટી તરફથી કહ્યું છે કે આર્ટિકલ-370ના નિર્ણયથી અમે સહમત નથી.. પરંતુ તેના વિરોધમાં કાયદો પણ હાથમાં લેવા તૈયાર નથી.. અમે કોર્ટ જઇશું કે જ્યાંથી અમને ન્યાય મળશે..

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અગ્રિમતામાં જમ્મુ-કાશ્મીરને લઈને મહામંથન બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજીત 3 કલાકથી વધુ ચાલી હતી. કશમીરી નેતાઓ સાથે આ બેઠક પૂર્ણ થઈ હતી. બેઠક પછી તમામ કાશ્મીરના નેતાઓ, કેન્દ્રના ઓફિસર ઉપરાજ્યપાલ સહિતના લોકો પીએમ આવાસથી પણ નીકળી ગયા હતા.

બીજી તરફ પીએમ મોદી સાથે બેઠક યોજ્યા બાદ કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું કે j&kે પૂર્ણ રાજ્યનો દરરજો ફરીથી મળે, વિધાનસભા ચૂંટણી જલ્દી કરવામાં આને, સાથે સાથે કશ્મીરના પંડિતોની ઘરવાપસી અને તેમના પુનર્વસનની વ્યવસ્થા થાય, બીજીતરફ મુઝફ્ફર હુસૈન બેગે જણાવ્યું કે મે બેઠકમાં જણાવ્યું કે 370 ખત્મ કરવાનો નિર્ણય જમ્મુ-કાશ્મીર વિધાનસભા દ્વારા થવો જોઈએ.

બેઠકમાં અમિતશાહે પાર્ટીઓને કર્યું સંબોધન

જમ્મુ-કાશ્મીરને લઈને સર્વપક્ષીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ પાર્ટીઓને સંબોધિત કરી હતી. ગૃહમંત્રીએ ઘાટીના વિકાસનો સંપૂર્ણ પ્લાન પાર્ટીઓની સામે રાખ્યો હતો, કલમ 370 હટાવ્યા પછી ઘાટીમાં કયા સ્તર પર વિકાસ કરવામાં આવ્યો છે. તે તમામ રાજનીતિક પાર્ટીઓને ભરોસો આપવામાં આવ્યો હતો કે ડિલિમિટેશન પ્રક્રિયામાં તમામ રાજકીય દળોની ભાગીદારી હશે.

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કર્યું હતું… ત્યારબાદથી રાજકીય મોરચે સ્થિતિ અસ્થિર થઈ ગઈ.

મહેબૂબા મુફ્તીએ કલમ 370 નો મુદ્દો ઉઠાવ્યો 

મહેબૂબા મુફ્તી (પીડીપી પ્રમુખ) એ કહ્યું કે મેં મીટિંગમાં વડા પ્રધાનને કહ્યું હતું કે જો તમારે કલમ 370 ને હટાવવી હતી તો તમારે જમ્મુ-કાશ્મીર વિધાનસભા બોલાવીને તેને હટાવી દેવી જોઈતી હતી. તેને ગેરકાયદેસર રીતે દૂર કરવાનો કોઈ અધિકાર નહોતો. અમે બંધારણ અને કાનૂની રીતે કલમ Article 370 ને પુનર્સ્થાપિત કરવા માગીએ છીએ. બેઠક બાદ જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારીએ કહ્યું કે આજે સારા વાતાવરણમાં વાતચીત થઈ. દરેક વ્યક્તિએ વિગતવાર પોતાની વાત રજુ કરી. વડા પ્રધાન અને ગૃહ પ્રધાને બધાની વાત સાંભળી. PMએ કહ્યું કે, સીમાંકનની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. 

PM મોદી અને જમ્મુ-કાશ્મીરના નેતાઓની બેઠક બાદ, ભાજપ નેતા કવિંદર ગુપ્તાએ કહ્યું કે, તમામ રાજકીય પક્ષોએ તેમના મંતવ્યો રજૂ કર્યા. મને લાગે છે કે આગામી સમયમાં રાજકીય પ્રક્રિયા શરૂ થવાની છે. સીમાંકન પ્રક્રિયા બાદ પણ ચૂંટણીઓ યોજાશે. ફરી એક વાર ત્યાં વિધાનસભાની રચના કરવામાં આવશે.

Read Also

Related posts

Video/ સ્કૂટીને હલાવી સ્ટાઇલ મારી રહ્યો હતો વ્યક્તિ, 10 સેકન્ડ પછી જ છોલાઈ ગયા ઘૂંટણ

Hemal Vegda

રાહુલની મુલાકાતમાં એક મહિના પછી કેમ પહોંચ્યા સોનિયા ગાંધી? જાણો કેવી રીતે કામ કરશે ચૂંટણીનું ગણિત

Hemal Vegda

સફેદ પાવડરના કાળા કારોબારનો પર્દાફાશ / ઈરાનની બોટમાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ, NCB-નેવીનું સંયુક્ત ઓપરેશન

Hardik Hingu
GSTV