GSTV

JK/ મહેબૂબા મુફ્તી અને તેમની દિકરી કથિત રીતે નજરબંધ, પાર્ટીએ BJP પર કર્યા આકરા પ્રહારો

Last Updated on November 27, 2020 by Pravin Makwana

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહેબૂબા મુફતીએ ફરી આક્ષેપ કર્યો છે કે, સરકારે મારી અટકાય કરી છે અને મને તેમજ મારી પુત્રીને ઘરમાં નજરકેદ કરી દેવાઈ છે.મુફતીએ કહ્યુ હતુ કે, મને પાર્ટીની યુથ વિંગના અધ્યક્ષ વહીદ પારાના પરિવાર સાથે મળતા અટકાવવામાં આવી છે.

વહિદ પારાને આતંકવાદ સાથે સંકળાયેલા એક મામલામાં એનઆઈએ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે અને મહેબૂબા તેમના પરિવારજનોને મળવા માંગતા હતા.મહેબૂબાએ કહ્યુ હતુ કે, સુરક્ષાના કારણ આપીને મને તેમના પરિવાર સાથે મળતા અટકાવાઈ છે અને બીજી તરફ ભાજપના નેતાઓને આખા કાશ્મીરમાં યાત્રા કરવાની પરવાનગી છે.મને ફરી અટકાયતમાં રખાઈ છે.બે દિવસથી મને જમ્મુ કાશ્મીરનુ તંત્ર વહીદ પારાના પરિવાર સાથે મળવાની મંજૂરી આપી રહ્યુ નથી.ભાજપના મંત્રીઓ અને તેમના કઠપૂતળી જેવા નેતાઓને આખા કાશ્મીરમાં ફરવાની મંજુરી છે.

મહેબૂબાએ આક્ષેપ કર્યો છે કે, વહીદ પારાને પણ ખોટા આરોપો હેઠળ પકડવામાં આવ્યો છે.મને તેના પરિવારને દિલાસો આપવાની પણ પરવાનગી નથી.એટલે સુધી કેમારી પુત્રીને પણ ઘરમાં નજરકેદ કરી દેવાઈ છે.

READ ALSO

Related posts

હવે વગર મોબાઇલ નંબરે પણ તમે આધાર કાર્ડમાં આ રીતે સુધારો કરાવી શકશો, ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

Dhruv Brahmbhatt

છટકેલ ઘરવાળો: પત્નીએ કોર્ટ કેસ પાછો ન ખેંચ્યો તો પતિએ દાંતથી બચકું ભરીને નાક તોડી નાખ્યું, લોહીલુહાણ થઈ ગઈ ઘરવાળી

Pravin Makwana

મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, અમારાથી કામ ન થાય તો અમે જજને આગળ ધરી દઈએ છીએ !

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!