GSTV
Home » News » સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ બીજી ઇનિંગ જમાવી, જુઓ ક્યાં-ક્યાં વરસાદથી કેવી હાલત?

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ બીજી ઇનિંગ જમાવી, જુઓ ક્યાં-ક્યાં વરસાદથી કેવી હાલત?

અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડૂતોના ચેહેરા પર ખુશી જોવા મળી રહી છે. લાઠી પંથકમાં વરસાદનું આગમન થયું છે. લાઠીમાં સવારથી ધીમીધારે વરસાદ જોવા મળ્યો.

તો આ તરફ જામનગરમાં ધીમેધીમે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો આ તરફ સાયલામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

તો મોરબી જીલ્લામાં પણ હળવદ. ટંકારા પંથકોમા પણ વરસાદે વરસ્યો છે. અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ગોંડલમાં ધીમોધીમો વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ વરસાદે ગોંડલમા પણ મહેર કરી છે.

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. અરવ્વલીના માલપુરમાં આભ ફાટ્યુ હતું. માલપુરમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો બાયડ અને મોડાસામાં ધોધમાર વરસાદ પડ્યો છે.

અરવલ્લીના મોડાસા પંથકમાં ગાજવીજ સાથે થયેલા વરસાદમાં વીજળી પડતા એક યુવકનું મોત નિપજ્યું છે. મોડાસાના કસ્બા વિસ્તારમાં વીજળી ત્રાટકી હતી. જેમાં એક યુવક સિવાય ત્રણ પશુઓના પણ મોત નિપજ્યા છે.  લાંબા વિરામ બાદ હિંમતનગરમાં પણ મેઘમહેર જોવા મળી. નેશનલ હાઈવે નંબર 8 પર મોતીપુરાથી લઈને પોલીટેકનીક સુધી પાણી ભરાઈ ગયા હતા.

વરસાદ થવાના કારણ ખેડૂતાએ ખેતરમાં રોપેલા પાકને જીવનદાન મળ્યું છે. ઇડરમાં મોટાભાગના રસ્તા પર પાણી ફરી વળ્યા. પાટણમાં ઝરમર વરસાદ થયો.

તો બહુચરાજીમાં શરુઆતમાં ધીમીધારે વરસાદ થયા બાદ ભારે વરસાદ થયો હતો. લોકોએ ગરમી અને બફારામાંથી ઠંકડનો અહેસાસ કર્યો. મહેસાણા જિલ્લામાં કડીમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. કડીમાં 14 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે કે મહેસાણામાં સૌથી ઓછો વરસાદ વિસનગર તાલુકામાં વરસ્યો છે.

બનાસકાંઠામા પણ વરસાદી માહોલ જોવા મળ્યો. લાંબા સમય બાદ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લહેરખી ફરી વળી છે.

સુરતમાં પણ વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થઈ. સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો. ઉધના વિસ્તારમા એક ઝાડ ધરાશાયી થઇ ગયું. દરમિયાન ઝાડ નીચે પાર્ક કરેલી એક કાર દબાઈ ગઈ. સ્થાનિકો સહિત અન્ય લોકોએ ઝાડને દૂર કરીને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.

ભરૂચમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયુ છે. તાપી જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે અને વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો થોડા સમય માટે કેટલાક ગામોનો શહેરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તાપી જિલ્લામાંથી પસાર થતી, મીંઢોળા, ઝાંખરી, ઓલણ, અંબિકા, પૂર્ણા, અને ગીરા જેવી નદીઓ ગાંડીતુર બની બંને કાંઠે વહેતી જોવા મળી. મલનગદેવ અને સોનગઢને જોડતો રસ્તો પણ ધોવાયો હતો. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં મેઘમહેર છે. અશ્વિની નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. છોટાઉદેપુર તાલુકામાં સાડા પાંચ ઇંચ,  જ્યારે કવાંટ તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. નસવાડી નજીકથી કુકાવટી જતા કોઝ-વે પાણીમા ગરકાવ થઈ ગયો હતો.

ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સાપુતારામાં અને સુબિરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. સુબિર તાલુકામાં ભારે વરસાદમાં એક આદિવાસી દંપતી ગીરા નદીમાં તણાયું હતું. જોકે તેમને બચાવી લેવાયા છે. ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામાં નદીઓ બે કાંઠે થઈ છે. તો 6 જેટલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા 12 ગામ સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

નવસારીમાં વરસાદી માહોલ છે. સુપાથી કુરેલ ગામ તરફ જતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા. અચાનક ધસમસતા આવેલા પાણીમાં ફસાયેલી એક બાળકીને બચાવી લેવાઈ છે.

Related posts

ગ્લોબ માસ્ટર વિમાન મારફતે ડોનાલ્ડ ટ્રમ્પની બંને ‘બિસ્ટ કાર’ આવી પહોંચી અમદાવાદ

Nilesh Jethva

સુરતમાં સિટી બસનો કહેર યથાવત, ફૂટપાથ પર સુઈ રહેલા વ્યક્તિને અડફેટે લેતા મોત

Nilesh Jethva

બગસરામાં પોલીસ કર્મીઓ છરી વડે પર હુમલો, ઘાયલોને હોસ્પિટલે ખસેડાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!