GSTV
Ahmedabad Amreli Chhota Udaipur dang Junagadh Rajkot Surat Surendranagar ગુજરાત

આજે રાજ્યમાં ફરી એક વખત મેઘમહેર, અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ

આજે ફરી એક વખત રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સુરતમાં ફરી એક વખત મેઘમહેર થઈ છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે .સુરત શહેરના અઠવાઈનસ, મજૂરા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

ડાંગ જિલ્લાના સાપુતારામાં પડી રહેલ ધોધમાર વરસાદના કારણે રોડરસ્તા પાણીમાં ગરવાક થયા છે.ડાંગ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ પડતા અંબિકા ખાપરી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ વહી રહ્યુ છે.વરસાદના કારણે કોઝવે ગરકાવ થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટા ઉદેપુરના ક્વાંટમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.જેથી શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા છે.મામલતદાર કચેરી સહિત અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે.ગત રાતે છ કલાકમાં છ ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.તો લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘ મહેર થઈ છે.વહેલી સવારથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.રાતૈયા, કીરસરા, દેવગામ બાલસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમા ધોધમાર વરસાદ ખાબક્યો હતો.ધોરાજીના જમનાવડ,, પીપળીયા,, મોટીમારડ જેવા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો.રાજુલામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.ડુંગર,ડોળીયા,કુંભારીયા,મોરંગીના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. લાઠીમાં ધોધમાર વરસાદ પડતા રોડરસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા હતા. તો આ તરફ હળવદ પંથકમાં પણ મેઘમહેર થઈ છે.હળવદમાં સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે.વરસાદની પધરામણથી રસ્તા પર પાણી ફરી વળ્યા.લોકોને ગરમીથી રાહત મળી.

જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો.જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીના પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો.થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે.સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.જિલ્લાના લીંબડી, લખતર, સાયલા, ધ્રાંગધ્રા, ચોટીલા સહિતના તાલુકાઓમાંપણ સવારથી વરસાદ વરસી રહ્યો છે.લાંબા સમય બાદ સીઝનનો સૌથી સારો વરસાદ પડતાં ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

Related posts

વડોદરા / ગુજરાત ATSનું મોટું ઓપરેશન, ડ્રગ્સનું કેમિકલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી

Nakulsinh Gohil

“સરકાર રોજગારના સ્થાને ઝેર આપી રહી છે” રાહુલ ગાંધીના ગુજરાત સરકાર પર પ્રહાર

Nakulsinh Gohil

નીતિન ગડકરી પોસ્ટરમાંથી ગાયબ, 30 મીનિટ બેસી રહ્યાં બાદ 500 લોકો માંડ ભેગા થયા, ભાજપની હાલત ખરાબ

Nakulsinh Gohil
GSTV