GSTV
Home » News » મેઘાલયના ગવર્નરે કાશ્મીર મામલે આપ્યું વિવાદીત નિવેદન, કહી દીધું આ

મેઘાલયના ગવર્નરે કાશ્મીર મામલે આપ્યું વિવાદીત નિવેદન, કહી દીધું આ

પુલવામા હુમલા બાદ સમગ્ર દેશમાં કાશ્મીરીઓ માટે વિરોધ જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક જુદા-જુદા રાજ્યો કાશ્મીરી લોકો વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન મેઘાલયના ગવર્નર તથાગત રૉયે કાશ્મીરીઓ વિશે એક વિવાદિત નિવેદન આપ્યુ છે.

રૉયે પોતાનું નિવેદન વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, લોકોને કાશ્મીરનો બોયકોટ કરવો જોઈએ, ત્યાંના લોકોનો સામાન ખરીદવો જોઈએ નહીં અને કાશ્મીરનો પ્રવાસ કરવો જોઈએ નહીં. ભારતીય સેનાના એક નિવૃત કર્નલની અપીલ છે. આવનાર બે વર્ષ માટે કાશ્મીર અને અમરનાથની યાત્રા ના કરો. કાશ્મીર એમ્પોરિયા અથવા કાશ્મીરી ટ્રેડમેનની વસ્તુઓ ખરીદો નહીં. જે દરેક શિયાળામાં આવે છે. કાશ્મીરીની તમામ વસ્તુઓનો બહિષ્કાર કરો.

ગુજરાતના ટુરિઝમ સંચાલકોએ કર્યો છે બહિષ્કાર

ગુજરાતમાં તો ટુરિઝમ વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોએ કાશ્મીરની ટૂર જ ન કરવાનો નિર્ણય લીધો છે. એક પણ બુકિંગ ન કરવાના લેવાયેલા નિર્ણયને પગલે ગુજરાતમાંથી કાશ્મીરની ટૂરનું આયોજન નહીં થાય. આ જ પ્રકારે ટુરિઝમ સાથે સંકલાયેલા ઘણા રાજ્યોએ કાશ્મીરની ટૂર કેન્સલ કરી દીધી છે.

Related posts

દિલ્હી પોલીસના સ્પેશિય સેલે શ્રીનગરથી જૈશના આતંકી બશીર અહમદની કરી ધરપકડ

Arohi

કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ, કર્ણાટક વિધાનસભાનું આ છે ગણિત

Arohi

SBIએ નિયમોનું ઉલ્લંઘન કરતાં RBIએ ફટકાર્યો 7 કરોડ રૂપિયાનો દંડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!