GSTV

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર,અસહ્ય ઉકળાટ બાદ વરસ્યો મેહુલયો

બનાસકાંઠા જિલ્લાના કેટલાક પંથકોમાં મેઘમહેર થઈ. અમીરગઢના તાલુકાના ગામોમાં વરસાદી છાંટા પડ્યા. ચૌહાણગઢ ગામમાં પણ હવામાન પલટાયું હતું. ખેડૂતોને સારા વરસાદની આશા બંધાઇ હતી.બનાસકાંઠાના ઇકબાલગઢ પણ લાંબા સમય બાદ વરસાદનું આગમન થયુ.. વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંકડ પ્રસરી છે.

યાત્રાધામ અંબાજી પંથકમાં ધીમી ધારે વરસાદ થયો. જેને કારણે અંબાજી પંથકના ખેતરોમાં પાકને જીવનદાન મળવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી. અસહ્ય ઉકળાટ બાદ પાલનપુરમા વરસાદી છાંટા પડ્યા હતા.. બફરાથી બફાતા લોકોને વરસાદથી રાહત મળી હતી.

તો બીજી તરફ વરસાદ ખેંચાતા ચિંતામાં મુકાયેલા ખેડૂતોને આ વરસાદે થોડી રાહત આપી છે. ખેડૂતોએ વધુ સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી. લાંબા વિરામ બાદ ડીસામાં વરસાદનુ આગમન થયુ છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા અને આજુબાજુ ગામમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો.. રાધનપુરમાં પણ વરસાદી માહોલ બંધાયો હતો.

READ ALSO

Related posts

ધોની અને વિરાટે ક્યારેય સપોર્ટ નથી કર્યો : રિટાયરમેન્ટ બાદ આ ધાકડ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

Bansari

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

pratik shah

કાલે PM મોદી દરેક રાજ્યોના CM સાથે કરશે વાત, જાણો Coronaને લઈને શું હશે મુદ્દાઓ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!