GSTV
Gujarat Government Advertisement

આજથી શરૂ થશે રસીકરણ મહાઅભિયાન, 287 કેન્દ્રો પર અપાશે રસી, 161 કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓને મળશે લાભ

કોરોના

Last Updated on January 16, 2021 by Pritesh Mehta

ગુજરાતમાં આજથી કોરોનાના રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. રાજ્યમાં પણ પહેલા તબક્કામાં આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાશે. પ્રથમ તબક્કામાં 287 પૈકી 161 કેન્દ્ર પર આરોગ્યકર્મીઓને રસી અપાશે. રસીકરણ માટે ગુજરાતમાં મોટાભાગના શહેરો અને ગ્રામ્ય સ્તરે વેક્સિનેશન સેન્ટર તૈયાર કરાયા છે.

રસીકરણ

સૌથી વધુ અમદાવાદ શહેરમાં 37 સેન્ટર પર રસીકરણ થશે. ગાંધીનગર જિલ્લામાં કુલ 9 સેન્ટર અને શહેરી વિસ્તારમાં ત્રણ સેન્ટર છે. સુરત શહેરમાં 14 અને ગ્રામ્યમાં 4 સેન્ટર છે. વડોદરા શહેરમાં 7 અને ગ્રામ્યમાં 5 સેન્ટર છે. તો રાજકોટ શહેરમાં 6 અને જિલ્લામાં જસદણ , ગોંડલ અને જેતપુરમાં એમ 3 જગ્યા પર રસીકરણ કરવામાં આવશે.

જામનગર જિલ્લાના કુલ આઠ જેટલા સેન્ટરો પર વેકસીનેસનનું આયોજન કરાયું છે. જામનગર શહેરમાં પાંચ સેન્ટર ગ્રામ્યમાં ધ્રોલ, લાલપુર અને કાલાવડ એમ ત્રણ સેન્ટર રાખવામાં આવ્યા છે. ભાવનગર શહેર અને ગ્રામ્યમાં પાંચ-પાંચ સેન્ટરમાં રસીકરણનું આયોજન કરાયું છે. પંચમહાલ જિલ્લામાં 6 કેન્દ્રો પર રસીકરણનું આયોજન કરાયું છે.

આણંદ જિલ્લામાં પાંચ ખાનગી અને છ સરકારી સેન્ટર પર રસીકરણનું આયોજન કરાયું છે. પાલનપુરમાં રસીકરણ માટે 3 CHC અને 8 PHC સહિત 11 સેન્ટર પર આયોજન કરાયું છે. મોરબી જીલ્લામાં ૨ સેન્ટરો પર રસીકરણનું આયોજન કરાયું છે.

રાજ્યમાં કયા જિલ્લામાં કેટલા ડોઝ ફળવાયા છે તેની વાત કરીએ તો અમદાવાદમાં 1 લાખ 20 હજાર ડોઝ ફળવાયા છે. અમદાવાદમાં ગીતા મંદિર પાસે અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય ભવનમાં કુલ 61,500 રસીનો જથ્થો રાખવામાં આવ્યો. તો અમદાવાદ ગ્રામ્ય માટે જિલ્લા પંચાયતની ઓફિસમાં 8,000 રસીનો જથ્થો રાખવામાં આવ્યો. ગાંધીનગરને 96,00 ડોઝ ફાળવાયા છે.

વડોદરા માટે 94,500 ડોઝ . સુરત માટે 93,500 ડોઝ અને રાજકોટ માટે 77,000 ડોઝ ફળવાયા છે. ભાવનગરમાં 60 હજાર ડોઝ મોકલાયા છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોન માટે કોવિશીલ્ડના 77,000 ડોઝની ફાળવણી થઈ છે. જેમાંથી મોરબીમાં 5,000,  દ્વારકામાં 4,500, પોરબંદરમાં 5,000 જથ્થો ફળવાયો છે. કચ્છમાં 16,000 જથ્થો ફળવાયો છે.

જૂનાગઢમાં શહેરી વિસ્તાર માટે 4,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 6,500 ડોઝનો જથ્થો ફળવાયો.. રાજ્યના છેવાડાના જિલ્લા એવા છોટાઉદેપુરમાં રસીના 7,190 ડોઝ ફળવાયા છે.  ખેડા જિલ્લા પંચાયતની ઓફિસમાં 13,500.. આણંદ જિલ્લા પંચાયતની ઓફિસમાં 18,500 અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ઓફિસમાં 9,500 વેક્સીન ફળવાઈ છે.  ગીર સોમનાથ જિલ્લામાં ૭, ૪૮૦ ડોઝ ફળવાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ,ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચોરાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા

Dhruv Brahmbhatt

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!