GSTV

Corona Virus ને લઈને કેજરીવાલની ટાસ્ક ફોર્સ સાથે બેઠક, દિલ્હીવાસીઓએ ડરવાની જરૂર નથી

કોરોના વાયરસ

રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના (Corona Virus) મામલાઓ અને તેને લઇને ફેલાયેલા ભય વચ્ચે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી. જે બાદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી કોરોના વાયરસ(Corona Virus) મુદ્દે માહિતી આપી. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાના 3 કેસ પોઝિટીવ અને એક સંદિગ્ધ કેસ સામે આવ્યો છે. કેજરીવાલે કહ્યું કે પહેલા સંક્રમિત દર્દીના સંપર્કમાં 105 લોકો. બીજા દર્દીના સંપર્કમાં 168 લોકો અને ત્રીજા દર્દીના સંપર્કમાં 64 લોકો આવ્યા હતા.

દિલ્હીવાસીઓએ ડરવાની કોઇ જરૂર નથી

ત્રણેય દર્દીઓના સંપર્કમાં આવનારા તમામ લોકોના સેમ્પલ લઇને તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રની ટીમની સાથે દિલ્હી સરકારના 40 ડોક્ટર્સ પણ ઉપસ્થિત છે. એરપોર્ટ પર તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ કરાઇ રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 1 લાખ 40 હજાર 603 લોકોનું સ્ક્રીનીંગ થઇ ચૂક્યું છે. કેજરીવાલે ધરપત આપી કે દિલ્હીવાસીઓએ ડરવાની કોઇ જરૂર નથી. સરકાર કોરોનાને (Corona Virus)લઇને સંપૂર્ણપણે સતર્ક છે.

READ ALSO

Related posts

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ફસાયા ખેડૂતો/ મમતાએ કરેલી જાહેરાત મોદી સરકારને મંજૂર નથી !

Dilip Patel

ડ્રગ્સ કેસઃ જે વોટ્સએપ ગ્રૂપમાં થતી હતી ડ્રગ્સની વાતો તેની એડમિન છે દીપિકા પાદુકોણ, થયા આ સહિત વધુ નવા ખુલાસા

Karan

ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોને લૂંટી લેવા માટે સરકારે લાલ જાજમ પાથરી, પાણીના ભાવે ઉદ્યોગપતિઓને જમીન વેંચી દીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!