GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ફિલ્મ સિટીમાં શૂટિંગ શરૂ કરાવવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરેએ બેઠક યોજી, ગીત સાથે ખતમ કરી મિટિંગ

કોરોના વાયરસને પગલે લોકડાઉન આવી જતાં દેશભરમાં તમામ પ્રવૃત્તિ અટકી પડી છે અને તેની માઠી અસર ફિલ્મ અને ટીવી ઉદ્યોગ પર પણ પડી છે. હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમની મદદે આવ્યા છે. તેમણે ફિલ્મ અને ટીવી ઉદ્યોગ સાથે બેઠક યોજીને ડાયરેક્ટર તથા પ્રોડ્યુસર્સને ફિલ્મ સિટી ખોલવા તથા શૂટિંગ માટે પ્લાનિંગ કરવા માટે કહ્યું છે. આ મામલે સરકાર ટૂંક સમયમાં જ નિર્ણય લઈ શકે છે. મજાની વાત તો એ છે કે આ બેઠકની પૂર્ણાહૂતિ એક ગીત વગાડીને કરવામાં આવી હતી. જેમા ‘આને વાલા પલ જાને વાલા હે’ ગીત વગાડવામાં આવ્યુ હતુ.

View this post on Instagram

We had a very positive meeting of broadcasters & television producers with the CM of Maharashtra Shri Uddhav Thakrey . The forum that Spoke to the Hon. CM Sir this evening are Puneet Goenka Sir , N P Singh Sir , Rahul Joshi , Madhavan , Puneet Mishra , Abhishek Rege , Deepak Dhar , Adesh Bandekar , Dr Sanjay Mukharji , Vikas Gharelu , Sudhir Naik and Myself. We shared concerns of our businesses and job losses with viewers fatigue of reruns and wishes to start shooting with utmost cares of safety and SOPs. He quickly addressed all issues , asked his team to initiate a committee and workout the possibilities to start work soon . He concluded with asking us all to be positive and hopeful with a line of a song from the film chhoti si baat “Aanewala pal jane wala hai”. Special thanks to J D Majethia & Nitin Vaidya. All in all we ended with hope humour empathy n positivity! JAI MAHARASHTRA

A post shared by Erk❤️rek (@ektarkapoor) on

આ લોકો બેઠકમાં રહ્યા હાજર

આ બેઠક અંગે સિનેમા અને ટીવી બંનેમાં પોતાની ધાક જમાવનારી એકતા કપૂરે લખ્યું હતું કે આ બેઠક સકારાત્મક રહી. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા માટે એકતા કપૂર ઉપરાંત પુનિત ગોયેન્કા, એનપી સિંઘ, રાહુલજોશી, પુનિત મિશ્રા, અભિષેક રેગે, આદેશ બાંદેકર, વિકાસ ધારેલુ અને સુધીર નાઇક ઉપસ્થિત રહ્યા હતા.

સુરક્ષાને લઈને પગલા સૂચવ્યા

એકતા કપૂરે કહ્યું કે અમે તેમને બિઝનેસ અને નોકરીઓમાં આવી રહેલી મંદી અંગે જાણ કરી હતી. અમે તેમને શૂટિંગનો ફરીથી પ્રારંભ કરવાના વિવિધ માર્ગો પણ બતાવ્યા હતા. શૂટિંગ દરમિયાન સુરક્ષાનું કેવી રીતે ધ્યાન રખાશે તે અંગેના પગલા પણ સૂચવ્યા હતા. તેમણે ઝડપથી અમારા તમામ મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે તાકીદે શૂટિંગ શરૂ થઈ શકે તે માટેની શક્યતાઓ અંગે પણ રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી હતી.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!