GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

કાશ્મીર મામલે અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક, NSA ડોભાલ સહિત ગુપ્તચર તંત્રનાં અધિકારીઓ હાજર

રાજધાની નવી દિલ્હીમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયમાં જમ્મુ-કાશ્મીર મામલે મહત્વપૂર્ણ બેછક ચાલી રહી છે. આ બેઠકની અધ્યક્ષતા યુનિયન હોમ મિનીસ્ટર અમિત શાહ કરી રહ્યા છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ ગૌબા અને ગુપ્તચર તંત્રનાં વરિષ્ઠ અધિકારીઓ હાજર છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ થયા બાદ ધીરે-ધીરે સ્થિતી સામાન્ય જોવા મળી રહી છે. આજે કાશ્મીર ખીણમાં બે સપ્તાહ બાદ શાળા-કોલેજો ખુલ્યા હતાં. જો કે શાળાએ ભણવા જતા બાળકોની સંખ્યા બહુ ઓછી હતી.ધીરે-ધીરે શ્રીનગરમાં લેન્ડલાઇન સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. જો કે ઇન્ટરનેટ પર હજુ પણ પ્રતિબંધ છે.

આ બેઠકમાં કાશ્મીર ખીણની વર્તમાન સ્થિતિ પર ગહન ચર્ચા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ છેલ્લા ઘણા સમયથી જમ્મુ-કાશ્મીરમાં જ હતાં. તેમજ ત્યાંથી સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા હતાં. અજીત ડોભાલ બે દિવસ પહેલા જ કાશ્મીર ખીણથી રાજધાની દિલ્હી પરત ફર્યા છે. આ બેઠકમાં અમિત શાહ, અજીત ડોભાલ સિવાય કેન્દ્રિય ગૃહ સચિવ સહિત આલા કમાન અધિકારીઓ હાજર છે.

READ ALSO

Related posts

OLD IS GOLD: 54 વર્ષ જૂની ફરારી કારે બનાવ્યો વિશ્વ રેકોર્ડ, કરોડોમાં થઈ હરાજી

Pravin Makwana

એક વખત કોરોના વેક્સિન લેશો તો બે વર્ષ સુધી રહેશે તેની અસર : ફરી નહીં થાય કોરોના, આ દેશનો છે દાવો

Mansi Patel

સરકાર 15 ઓગસ્ટે વન નેશન વન હેલ્થ કાર્ડની ઘોષણા કરશે, આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!