ચૂંટણી પંચ દ્વારા સાંસદની ઉચ્ચ સદન એટલે કે રાજ્યસભા માટે તેલંગાણાની એક બેઠક પર પેટા ચૂંટણી માટે સૂચના જારી કરતા જ આ સીટને પ્રાપ્ત કરવાની હોડ શરૂ થઈ ગઈ છે. જ્યાં આ સીટના ઉમેદવાર માટે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનુ નામ ચર્ચામાં છે ત્યાં જાણીતા કલાકાર પ્રકાશ રાજ પણ ઉમેદવારીની દોડમાં સામેલ થઈ ચૂક્યા છે. આ માટે તેમના તેલંગાણાના મુખ્યમંત્રીની સાથે સતત બેઠકોનો દોર ચાલુ છે.

વિધાનસભામાં પકડ આપતા તેલંગાણામાં રાજ્યસભાની સીટ પર ટીઆરએસનુ જીતવુ નક્કી છે. ફિલ્મ કલાકાર પ્રકાશ રાજનુ ટીઆરએસ અધ્યક્ષ અને મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ સાથે બેઠકોનો દોર ચાલુ છે. તાજેતરમાં જ તેઓ મુખ્યમંત્રીને મળવા અરવલ્લી સ્થિત ફાર્મહાઉસ પહોંચ્યા હતા. જે બાદ તેમને ઉચ્ચ સદનમાં નામાંકિત કરવાને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.
અગાઉ પણ પ્રકાશ રાજ ફેબ્રુઆરીમાં કે.ચંદ્રશેખર રાવને મળ્યા હતા. તેલંગાણાના રાજ્યસભા સભ્ય તરીકે પૂર્વ રાજ્યસભા સભ્ય અને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીના નામે પણ ચર્ચાઓએ જોર પકડ્યુ છે. વિધાનસભામાં સત્તારૂઢ પાર્ટી ટીઆરએસની મજબૂત પકડના કારણે તેમની ત્રણેય બેઠક પર બિનહરીફ જીત નિશ્ચિત છે.
તેલંગાણાથી રાજ્યસભા માટે 7 બેઠક છે, તમામ બેઠક ટીઆરએસના કબ્જામાં છે. ચૂંટણી પંચે જે સૂચના જારી કરી છે, તેના હિસાબે મૂલ્યાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 19 મે છે. એક બેઠક પર પેટાચૂંટણી એટલે થઈ રહી છે, કેમ કે રાજ્યસભા સાંસદ બંદા પ્રકાશે આ બેઠક ખાલી કરી દીધી છે, અહીં ચૂંટણી 30 મે એ હશે.
READ ALSO:
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત
- મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ
- Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત
- રજત પાટીદારની ઝંઝાવાતી બેટિંગની આંધીમાં ઉડી લખનઉની ટીમ,LSGના બોલરોને ધોઇ RCBની કરાવી ક્વોલિફાયર-2 માં એન્ટ્રી