GSTV

ગુજરાત વિધાનસભાની 8 બેઠક પરની પેટાચૂંટણી અંગે મોટા સમાચાર, આ તારીખે યોજાશે બેઠક

હાલ દેશ અને દુનિયામાં કોરોનાનું સંકટ ઘુમી રહ્યુ છે, ત્યારે આ વચ્ચે ગુજરાત વિધાનસભાની 8 પેટાચૂંટણીઓને લઈ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે રાજ્યમાં વર્તમાન સમયમા પેટાચૂંટણીઓના આયોજનને હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. જોકે, આ વચ્ચે એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે, 29 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં પેટાચૂંટણીઓનું આયોજન કરવું કે નહી તેની ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણી પર શું નિર્ણય લેવાશે તે નક્કી થશે.

8 બેઠક પરની પેટાચૂંટણી ટાળી દેવાઈ

ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં ચૂંટણીપંચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે, ગુજરાતમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસાની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજવાની છે, પરંતુ ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની 8 બેઠક પરની પેટાચૂંટણી ટાળી દેવાઈ છે.

મહામારીના કારણે પેટાચૂંટણી પાછી ઠેલાઈ રહી હતી

કોંગ્રેસના 8 ધારાસભ્યનાં રાજીનામાં બાદ ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી ક્યારે યોજાશે એને લઈને સતત ચર્ચા થતી રહે છે. જોકે કોરોના મહામારીના કારણે પેટાચૂંટણી પાછી ઠેલાઈ રહી હતી. હવે કેન્દ્રીય ચૂંટણીપંચ આજે બપોરે બિહારની ચૂંટણીની તારીખો જાહેર કરવાનું છે અને માનવામાં આવી રહ્યું છે કે એની સાથે જ ગુજરાતની 8 બેઠકની પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી શકે છે.

સત્તાધારી પક્ષ અને વિપક્ષની તડામાર તૈયારીઓ

કોંગ્રેસમાં મોટે પાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્ય મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યે રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામાં આપ્યાં હતાં, જેને પગલે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે. વી. કાકડિયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!