ગુજરાત કોંગ્રેસ આજે 22 બેઠકો પર ઉમેદવાર ફાઈનલ કરવાની હતી પણ આ કારણે થઈ બેઠક રદ્દ

screening committee cancel

લોકસભાની ચૂંટણી માટે બાકી રહેલી 22 બેઠકો પર ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. જોકે આજે દિલ્હીમાં મળનારી સ્ક્રિનીંગ કમિટીની બેઠક રદ થઈ છે. સવારે 11 વાગ્યે આ બેઠક મળવાની હતી. પરંતુ ઉત્તર પ્રદેશની લોકસભાની પેનલોના બનતા બેઠક મુલતવી રહી છે. આ બેઠકમાં ગુજરાતના ઉમેદવારોની પસંદગી પર પણ ચર્ચા થવાની હતી. હવે સ્ક્રીનીંગ કમિટિની બેઠક 17 માર્ચે મળશે. ત્યારે આ બેઠકમાં ભાગ લેવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધનાની દિલ્હી પહોંચ્યા હતા. જેઓ અમદાવાદ પરત ફર્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter