GSTV
Home » News » રાહુલ બન્યા સેનાપતિઃ EVMનો મુદ્દો લઈ આ દિવસે 5 વાગ્યે જશે ચૂંટણી પંચ

રાહુલ બન્યા સેનાપતિઃ EVMનો મુદ્દો લઈ આ દિવસે 5 વાગ્યે જશે ચૂંટણી પંચ

કોંગ્રેસ સહિતનાં વિપક્ષોની આજે દિલ્હીમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં દરેક પક્ષોનાં શિર્ષસ્થ નેતાઓ હાજર રહ્યા હતાં. ઇવીએમ સાથે કથિત છેડછાડ મુદ્દે ભવિષ્યની રણનિતી ઘડવા માટે આ બેઠક મળી હતી. ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન સાથે છેડછાડ કરવા મામલે સંયુક્ત રણનિતી બનાવવા માટે દરેક પક્ષોએ સહમતિ બતાવી હતી.જો કે ઘણાં રાજકિય પક્ષોનું કહેવું છે કે ચૂંટણી પંચે બેલેટપેપરથી મતદાન કરવાની જુની પ્રક્રિયા સ્વિકારી લેવી જોઈએ. બેઠકમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ઈવીએમ મામલે સોમવારે સાંજે 5-30 વાગ્યે અમે લોકો ચૂંટણી પંચ સાથે મુલાકત કરીશું.

બેઠકમાં આ નેતાઓ રહ્યા હાજર

બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી,રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનાં વડા શરદ પવાર,ટીડીપી નેતા ચંદ્રાબાબુ નાયડુ, સમાજવાદી પાર્ટીનાં નેતા રામગોપાલ યાદવ,તૃણમુલ કોંગ્રેસનાં ડેરેક ઓબ્રાયન, નેશનલ કોન્ફ્રેન્સનાં વડા ઉમર અબ્દુલ્લા, બસપાનાં સતિષચંદ્ર મિશ્રા, દ્રમુકનાં ડી.કનીમોઝી,ડાબેરી નેતા મોહમ્મદ સલીમ, આરજેડીનાં પ્રમોદ ઝા અને આમ આદમી પાર્ટીમાંથી સંજય સિહ સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતા.

મહત્વનું છે કે અગાઉ અનેક વખત કોંગ્રેસે માંગ કરી છે કે લોકસભા ચૂંટણીમાં ઈવીએમ સાથે વીવીપેટની 50 ટકા સ્લીપ મેચ કરવા માટે ચૂંટણી પંચે વ્યવસ્થા કરવી જોઈએ. આ બેઠકમાં કોંગ્રેસનાં ખજાનચી અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ અને મલ્લિકાર્જુન ખડગે તેમજ પૂર્વ સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોની પણ હાજર રહ્યા હતાં.

READ ALSO

Related posts

સિડનીમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવનારની તપાસ કરવામાં આવી, કરોડો ડોલરના ડ્રગનો થયો પર્દાફાશ

Dharika Jansari

સિંગાપોરમાંથી 300 હાથીઓના આશરે નવ ટન હાથીદાંત ઝડપાયા

Mayur

આમ્રપાલીએ ફ્લેટ ગ્રાહકોને છેતર્યા છે, એની મિલકતોને વેચી દો : સુપ્રીમ કોર્ટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!