GSTV
Home » News » વાયુના ચક્રવાત સમયે સંકટને પહોંચી વળવા તંત્ર સાબદુ, ગાંધીનગરમાં યોજાઈ બેઠક

વાયુના ચક્રવાત સમયે સંકટને પહોંચી વળવા તંત્ર સાબદુ, ગાંધીનગરમાં યોજાઈ બેઠક

વાયુ વાવાઝોડાના ચક્રવાત સમયે સંકટને પહોંચી વળવા માટે તંત્ર સાબદુ છે અને ગાંધીનગરમાં ચીફ સેક્રેટરી જે.એન સેક્રેટરીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ છે. જેમાં વાવાઝોડાને લઈને ગૃહ વિભાગે કઈ રીતે કામગીરી કરવી તે મુદ્દે ચર્ચાનું આયોજન થયુ છે. આ  બેઠકમાં ડીજીપી શિવાનંદ ઝા અને ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ આનંદ તિવારી હાજર છે.

મહેસુલ વિભાગે વાવાઝોડાથી પ્રભાવિત થનારા ગામડા અને શહેરોની વિગતો માંગી છે. કોસ્ટલ વિસ્તારના કલેક્ટર બપોર સુધી સરકારને રિપોર્ટ આપશે. દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા વાવાઝોડાની તીવ્રતાના આધારે ગામડુ ખાલી કરવાનો કલેક્ટર નિર્ણય કરી શકશે. જો ગામડાઓ ખાલી કરાવવામાં આવશે તો લોકોના સ્થળાંતર માટેની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે અને તેઓને શાળા તથા ધર્મશાળામાં આશ્રય આપવામાં આવશે.

અરબ સમુદ્રમાંથી આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાના ખતરાને જોતા કાંઠા વિસ્તારના ગામડાઓને ખાલી કરાવવામાં આવી શકે છે. આ સિવાય ગામડાની શાળાઓમાં રજા પણ જાહેર કરી શકાય છે. આ અંગેનો તમામ નિર્ણય કલેકટરો લઈ શકશે. વાયુ નામનુ ચક્રવાત સોમનાથ-વેરાવળથી કાંઠા વિસ્તારમાં પ્રવેશી શકે છે. તેમ હાલની સ્થિતિને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. વાવાઝોડાંને પહોંચી વળવા લઓરિસ્સા સરકારની મદદ પણ લેવાઈ રહી છે.

Read Also

Related posts

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

Nilesh Jethva

અમદાવાદમાં એક હજારથી વધુ ડોક્ટરોએ આ મામલે રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું

Nilesh Jethva

દેવગઢબારીયામાં મહિલા પર વીજળી પડતા મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!