GSTV
Home » News » ચીનના જિનપિંગે કરી પાકિસ્તાન સાથે દોસ્તીની ભલામણ, મોદીએ આપ્યો આ જડબાતોડ જવાબ

ચીનના જિનપિંગે કરી પાકિસ્તાન સાથે દોસ્તીની ભલામણ, મોદીએ આપ્યો આ જડબાતોડ જવાબ

PM નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપીંગ વચ્ચે આજે કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં મુલાકાત થઇ હતી. બન્ને નેતાઓ વચ્ચે પાકિસ્તાન મામલે વાતચીત થઇ હતી. વડાપ્રધાન મોદીએ સાફ શબ્દોમાં જીનપીંગને જણાવી દિધું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન આંતક વિરૂદ્ધ દાખલારૂપ કડક એકશન નહિં લે ત્યાં સુધી તેની સાથે કોઇ પણ પ્રકારની વાતચીન નહીં થાય.

વિદેશ મંત્રાલનાં સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદીએ ખાસ કરીને રાષ્ટ્રપતિ જીનપીંગને અવગત કરાવ્યાં કે બન્ને દેશો વચ્ચે સંબંધો મજબૂત થવાની આશા છે. આ સાથે જ તેમણે આવનારા શિખર સંમેલન માટે શી જીનપીંગને આવકાર્યા હતાં. રાષ્ટ્રપિત શી જીનપીંગે આ વર્ષે ભારતની મુલાકાત કરવા માટે ઉત્સુકતા દર્શાવી છે.

કિર્ગીસ્તાનમાં ચાલી રહી છે SCO બેઠક

મહત્વનું છે કે, પીએમ મોદી શાંઘાઇ સહયોગ સંગઠનનાં 19માં શીખર સંમેલનમાં ભાગ લેવા માટે કિર્ગીસ્તાન પહોંચ્યાં છે. અહીં પીએમ મોદીએ શી જીનપીંગ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે મોદી રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે પણ મુલાકાત કરશએ. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન પણ આ શીખર સંમેલનમાં ભાગ લેશે. જો કે પીએમ મોદી ઇમરાન ખાનને મળશે તેવી શક્યતા નહિંવત છે. અત્રે ઉલ્લેખનિય છે કે પીએ મોદી એ કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેક જવા માટે પાકિસ્તાનનાં રસ્તે જવાને બદલે ઓમાનનાં રસ્તે બિશ્કેક જવાનું પસંદ કર્યુ હતુ. જેથી શીખર સંમેલન પહેલા જ પીએમ મોદીએ પાડોશી દેશ પાકિસ્તાનને સખ્ત સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે.

READ ALSO


Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!