GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

દેશમાં લોકડાઉન 5.0 કેવું રહેશે ? વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિતશાહ વચ્ચે હાઈલેવલની બેઠક, થઈ આ ચર્ચા

દેશમાં કોરોના મહામારીને રોકવા માટે આખા દેશને લોકડાઉન કરાયો હતો. જેમાં પ્રથમ તબક્કામાં 21 દિવસ બાદ ધીમે ધીમે વધારો કરીને કુલ 65 દિવસથી વધુનો સમય પસાર થઈ ચૂક્યો છે. હવે 31 મેના રોજ લોકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થયા પછી આગળ શું… તેને લઈને વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ગૃહમંત્રી સાથે બેઠક કરી છે. દેશમાં કોરોના સંક્રમણ સૌથી વધારે 11 શહેરોને પ્રભાવિત કર્યું છે. ત્યારે હવે દેશમાં લોકડાઉન વધારવું કે પછી આગળ શું પ્લાનિંગ સાથે આગળ વધવું તે માટે વડાપ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે હાલમાં એક બેઠક ચાલી રહી છે. અમિત શાહે ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. મુખ્યમંત્રીઓનો અભિપ્રાય પીએમ મોદી સુધી પહોંચાડવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું છે. હકીકતમાં, લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેના મધ્યરાત્રિએ પૂરો થવાનો છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કરીને લોકડાઉનનાં ભવિષ્ય વિશે તેમના અભિપ્રાયો માંગ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ જાણવા ઇચ્છતા હતા કે લોકડાઉન વધારવું જોઇએ કે નહીં.

જુદા જુદા રાજ્યોની આશંકાઓ અને ચિંતાઓ સાંભળી

ગૃહમંત્રી અમિત શાહે અર્થવ્યવસ્થાને લઈને વધારે છૂટછાટ આપવા બાબતને લઈને જુદા જુદા રાજ્યોની આશંકાઓ અને ચિંતાઓ સાંભળી છે. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો જ્યારે શ્રમિક ટ્રેનોનો પ્રારંભ કર્યો ત્યારે શરૂઆતમાં મોટા પાયે સ્થળાંતરિત પ્રવાસીઓને લઈને ચિંતિત હતા. હરિયાણાએ ગુરુવારે ફરી એકવાર દિલ્હીની સરહદ સીલ કરી દીધી છે. હાલ લોકડાઉનનો ચોથો તબક્કો તેના અંતિમ તબક્કામાં છે. તેમ છતાં દેશમાં કોરોના સંક્રમણનો આંક 1.66 લાખનો આંક પસાર કરી ચૂક્યો છે.

શરતી રીતે ઘરેલું વિમાન સેવા ફરી શરૂ

લોકડાઉનનાં દરેક તબક્કા પૂર્ણ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય રીતે તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી, પરંતુ આ વખતે હજી સુધી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ સમાપ્ત થવાનો છે. જ્યારે લોકડાઉન 4.૦ શરૂ થયું, ત્યારે ગૃહમંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં મર્યાદિત સંખ્યામાં પ્રવૃત્તિઓ – ગતિવિધિઓ પ્રતિબંધિત રહેશે. આમાં મુસાફરોની તમામ સ્થાનિક હવાઈ મુસાફરીનો સમાવેશ થાય છે. જો કે, લોકડાઉન થયાના અડધા સમય પછી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ શરતી રીતે ઘરેલું વિમાન સેવા ફરી શરૂ કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!