GSTV

કેતન ઇનામદાર અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વચ્ચે સર્કિટ હાઉસ ખાતે બેઠક શરૂ

ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનારા કેતન ઇનામદારને મનામણા માટે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બેઠક શરૂ કરી છે. વડોદરાના સર્કિટ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે બેઠક શરૂ થઇ છે. આ બેઠક પહેલા કેતન ઇનામદારે નારાજગી દૂર થવાના સંકેત પણ આપ્યા છે. જીતુ વાઘાણી વડોદરા પહોંચ્યા ત્યારે કેતન ઇનામદારે ગળે મળીને તેમને આવકાર્યા હતા. બાદમાં અરવિંદ કક્ષમાં બંને નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક શરૂ થઇ..આ બેઠક બાદ બંને નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરશે.

  • નગરપાલિકાના સભ્યો આવ્યા સમર્થનમાં
  • આપ્યા ધડાધડ રાજીનામા

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાથી મધ્ય ગુજરાત ભાજપમાં મોટી અસર થઈ છે. ઈનામદારના સમર્થનમાં 300થી વધુ ભાજપના સભ્યોએ રાજીનામા ધરી દીધા. ધડાધડ રાજીનામા આપીને સરકાર અને સંગઠન પર પ્રેશર આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રજાના કામો ન થતા હોવાની ફરિયાદ કરીને કેતન ઈનામદારે રાજીનામુ ધરી દેવાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઈનામદારના સમર્થનમાં સાવલી-ડેસર ભાજપના 300થી વધુ સભ્યોએ રાજીનામા ધરી દીધા.

સમર્થનમાં રાજીનામા

  • સાવલીના ભાજપ તાલુકા પ્રમુખ મહિપત સિંહ રાણા સહિતના અગ્રણીઓએ આપ્યા રાજીનામા
  • સાવલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ભાજપના મોટાભાગના સભ્યોએ રાજીનામા આપ્યા
  • ડેસર એપીએમસીના પ્રમુખ સહીત ૧૪ ડિરેકટરોએ ધરી દીધા રાજીનામા
  • વડોદરા જિલ્લા પંચાયત તાલુકાના ૪ સભ્યોએ આપ્યા રાજીનામા
  • ૪૦ જેટલા ગ્રામ પંચાયતોના સરપંચોએ આપ્યા રાજીનામા

સાવલીના ભાજપ તાલુકા પ્રમુખ મહિપત સિંહ રાણા સહિતના અગ્રણીઓએ પણ રાજીનામા આપ્યું છે. સાવલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ભાજપના મોટાભાગના સભ્યોએ રાજીનામા આપ્યા છે. ડેસર એપીએમસીના પ્રમુખ સહીત 14 ડીરેકટરોએ પણ રાજીનામા ધરી દીધા. તો બીજી બાજુ વડોદરા જિલ્લા પંચાયત તાલુકાના ચાર સભ્યોએ રાજીનામા આપ્યા. અને 40 જેટલા ગ્રામ પંચાયતોના સરપંચોએ પણ પોતાના રાજીનામા આપી દીધા છે.

વિકાસ કાર્યો ન થતાં હોવાનું કારણ આગળ ધરીને ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. ઇનામદારે સીધો જ ઉર્જા પ્રધાન સૌરભ પટેલ સામે મોરચો ખોલ્યો છે. સાવલી નગર પાલિકાનુ વીજ કનેકશન કપાઇ જવાને મુદ્દે રજુઆતો કરવા છતા પણ કોઇ કાર્યવાહી ન થયાનો કેતન ઇનામદારે આક્ષેપ કર્યો છે. વીજ કનેકશન પાછુ ચાલુ કરવા કેતન ઇનામદારે એમજીવીસીએલના એમ ડી ભટ્ટને રજૂઆત કરી હતી. તેમ છતાં તેમની રજૂઆત કાને નહોતી ધરાઇ. તેમણે સંતોષકારક જવાબ ન મળ્યાનો પણ બળાપો ઠાલવ્યો હતો.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!