ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ડોકલામ વિવાદ બાદ બન્ને દેશના અધિકારીઓ વચ્ચે બ્રહ્મપુત્રા નદી મામલે મહત્વની બેઠક મળી છે. આ બેઠકમાં ભારતના જળ સંસાધન મંત્રાલયના અધિકારીઓએ ચીન સાથે બેઠક કરી છે. બેઠકમાં બ્રહ્મપુત્રા નદી અંગે સહયોગ આપવા ચર્ચા કરવામાં આવી. ચીન દ્વારા બ્રહ્મપુત્રાનો જળપ્રવાહ રોકવામાં આવ્યા બાદ બન્ને દેશ વચ્ચે આ બેઠક યોજાઈ છે. બેઠક અંગેની જાણકારી ચીનમાં ભારતના રાજદૂતે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આપી છે. ભારતીય રાજદૂતના જણાવ્યા પ્રમાણે બન્ને દેશના અધિકારીઓ વચ્ચે 11મી બેઠક મળી છે. આ બેઠક ચીનના હાંગઝોઉ શહેરમાં મળી છે. જેમા બ્રહ્મપુત્રા નદી અંગે વિસ્તાથી ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકનું નેતૃત્વ જળસંસાધન મંત્રાલયના અધિકારી તીરથસિંહ મહેરાએ કહ્યુ હતું. તો ચીન તરફથી યુ શિંગજુંગે નેતૃત્વ કર્યુ હતું. મહત્વનું છે કે ભારત અને ચીન વચ્ચે બ્રહ્મપુત્રા નદીનો વિવાદ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. ત્યારે ભારતે આ વિવાદને ઉકેલવા પ્રયાસો શરૂ કર્યા છે.