GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

NRIમાં મોદીની લોકપ્રિયતા અને વિદેશમાં વડાપ્રધાનનાં સફળ કાર્યક્રમો પાછળ આ ભેજુ કરે છે કામ

22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50 હજારથી વધારે ભારતીયોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ પાછળ તમામ આયોજન અને તૈયારી નું કામકાજ વિજય ચોથાઈવાળાને સીરે છે. આ પહેલા પણ તેઓ કેટલાય દેશોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અનેક કાર્યક્રમોનું સફળ આયોજન કરી ચુક્યા છે.

હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમા લોકોની ભીડ એકઠી કરવા માટે વિજય ચોથાઈવાળાએ ત્યાંના ભારતીયો સાથે સંપર્ક કરવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે. કાર્યક્રમમાં સીટ બુક કરાવવા માટે તેમણે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરાવી છે. અત્યાર સુધી 50 હજારથી વધારે લોકો રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

વિજય ચોથાઈવાળા અત્યારે ભાજપ વિદેશ મામલાના સેલના પ્રભારી છે. અપ્રવાસી ભારતીયોને ભાજપ સાથે જોડવાના મિશન સાથે જોડાયેલા છે. દુનિયામાં જ્યાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ હોય છે ત્યાં કેટલાક મહિના પહેલા જ તેઓ પહોંચી જાય છે અને પીએમ મોદીનાં પ્રોગ્રામ માટે કેમ્પેઈન કરે છે. વિદેશમાં વસતા ભારતીયોનાં તમામ નાના-મોટા સંગઠનો સાથે સંપર્ક કરીને તે તમામને પીએમ મોદીનાં કાર્યક્રમમાં આવવા માટે તૈયાર કરે છે.

2014 લોકસભા ચૂંટણી દરમિયાન NRIની વચ્ચે મોદીની લોકપ્રિયતા વધારવામાં પણ વિજય ચોથાઈવાળાએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. વિદેશોમાં કેટલાક કાર્યક્રમોથી તેમણે ચૂંટણી દરમિયાન મોદીના પક્ષમાં માહોલ બનાવ્યો હતો. વિદેશમાં મોદીની લોકપ્રિયતાની અસર ભારતના મતદાતાઓ પર પણ પડી હતી.

ભાજપ સાથે જોડાયા પહેલા તેઓ સાયન્ટિસ્ટ કોર્પોરેટર સેક્ટરમાં નોકરી કરતા હતા. સૂત્રો અનુસાર જ્યારે 2014ની સામાન્ય ચૂંટણી ખતમ થઈ તો તેઓ ફરીથી કોર્પોરેટ સેક્ટરમાં પાછા ફરવા ઈચ્છતા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહે તેમને પાર્ટી તરફથી વિદેશ વિભાગ સેલ જોવાની જવાબદારી ઓફરની તો ફરી તેઓ હવે કાયમી પદાધિકારી થઈ ગયા. ભાજપની નેશનલ એક્ઝિક્યુટિવમાં પણ વિજય ચોથાઈવાળાને સ્થાન મળ્યુ છે.

READ ALSO

Related posts

OMG! આ શહેરમાં પતિને દગો આપવો પત્નીને પડ્યો ભારે, ભરવો પડશે લાખો રૂપિયાનો દંડ

Ankita Trada

શહેરની પાંચ વર્ષીય બાળકીનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયુ, અમદાવાદનું વધાર્યું ગૌરવ

pratik shah

સુરતનાં કાપડ અને હીરા ઉદ્યોગકારો સાથે આજે યોજાશે બેઠક, લેવાશે મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!