GSTV
Home » News » 12 વર્ષનાં આ ટેણિયાએ કર્યુ એવું ગજબ કામ, સાથે 4 વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા

12 વર્ષનાં આ ટેણિયાએ કર્યુ એવું ગજબ કામ, સાથે 4 વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા

ખબર છે લેખક બનવા માટે દુનિયા જોવી પડે છે. બાળકોની રમત નથી.. એક એક શબ્દ તીરની જેમ નીકળે છે, સીધા નીશાના ઉપર. ઉંમર વધારે હોય તો જ લેખક બન્યો હશે.. આગળ લખેલી કોઈ પણ વાત સચી નથી. એક 12 વર્ષનો ટેણિયો છે જે લેખક બન્યો છે. અને અત્યાર સુધીમાં તેણે 135 બુક્સ લખી નાખી છે.

છોટા પેકેટ બડા ધમાકા

આ બાળકનું નામ મૃગેન્દ્ર રાજ છે. ઉત્તર પ્રદેશનાં અયોધ્યાનો રહેવાસી છે. 12 વર્ષનાં મૃગેન્દ્રએ અત્યાર સુધીમાં 135થી વધારે બુક્સ લખી નાખી છે. મૃગેન્દ્ર રાજનું કહેવું છેકે, બાળપણથી જ તેને લખવાનો શોખ છે. તેણે ફક્ત 6 વર્ષની ઉંમરમાં જ બુક લખવાનું શરૂ કરી દીધુ હતુ. તેણે પહેલી બુક કવિતાઓનું એક સંકલન હતુ. રામાયણના 51 પાત્રોનું વિશ્લેષણ કરતાં તેણે બુક લખી હતી. તેની દરેક બુકમાં 25થી 100 પાનાઓ છે. એટલે સુધીકે રાજે જણાવ્યુ હતુકે, તેને લંડન સ્થિત વર્લ્ડ યૂનિવર્સિટી ઓફ રેકોર્ડ્સમાંથી ડૉક્ટરેટ કરવા માટેની પણ ઓફર મળી છે.

લેખક બનવાનું છે સપનું

મૃગેન્દ્ર રાજનું સપનુ એક લેખક બનવાનું છે. તેમની માતા અધ્યાપિકા છે. તે પોતાના પુત્ર વિશે વાત કરતાં કહે છેકે, મૃગેન્દ્રને બાળપણથી જ લખવા-વાંચવાનો શોખ છે.  અમે લોકોએ પણ પુત્રને પ્રોત્સાહિત કર્યો છે. મૃગેન્દ્રનાં પિતા સ્ટેટનાં ખાંડ ઉદ્યોગ અને શેરડી વિકાસ વિભાગમાં કામ કરે છે. મૃગેન્દ્રનું કહેવું છેકે, તે મોટો થઈને એક પ્રસિદ્ધ લેખક બનવા માંગે છે. એટલે સુધીકે, તે અમુક વિષયોને લઈને વધારેને વધારે બુક્સ લખવા માંગે છે.

“આજનો અભિમન્યુ”

મૃગેન્દ્રને આજે તેના લેખનને કારણે “આજના અભિમન્યુ”ના નામથી ઓળખવામાં આવે છે. તેની સાથે જ મૃગેન્દ્રના નામે 4 વર્લ્ડ રેકોર્ડ પણ છે.

READ ALSO

Related posts

નર્મદાનું પાણી છોડવા મુદ્દે બન્ને રાજ્યોનાં CMને ગુજરાતનાં આ નેતાએ આપી સલાહ, જાણો શું કહ્યુ

Riyaz Parmar

શું વિદ્યા બાલને નેશનલ એવોર્ડ માટે આ ફિલ્મમાં કામ કર્યુ છે? તો વિદ્યાએ આપ્યો આ જવાબ

Kaushik Bavishi

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર રાજનીતિ ગરમાઇ, ડે.સીએમ નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!