GSTV

યુવાને બનાવ્યો તરતો ટાપુ, જાણશો તો રહી જશો દંગ

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કોઈપણ વસ્તું નકામી નથી. જો નકામી વસ્તુનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવેતો તો તે એક સુંદર વસ્તુ બને છે. ત્યારે આજ રીતે પ્લાસ્ટિકનો કચરો એ આજે દુનિયાની સૌથી મોટી સમસ્યા છે. વધતા જતા પ્લાસ્ટિકનાં કચરો ફક્ત જમીન પર નહીં પરંતુ દરિયાઇ જીવન માટે પણ મોટો ખતરો બની ગયો છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં જેટલું પ્લાસ્ટિક બનાવામાં આવ્યુ છે. તેમાંથી માત્ર 9 ટકા જેટલુંજ પ્લાસ્ટિકને અત્યાર સુધી રિસાયકલ કરવામાં આવ્યું છે. ત્યારે બાકી બચેલું જમીન પર અથવા મહાસાગરમાં ફેંકવામાં આવે છે. ત્યારે તેનાં ખતરાને નિવારવા માટે વિશ્વભરના બૌદ્ધિકજીવી અને વૈજ્ઞાનિકો માત્ર અવાજ ઉઠાવી રહ્યા નથી. પરંતુ તેઓ તેનાં ઉપાય પણ શોધી રહ્યા છે. પરંતુ ઉપાયને દૂર કરવામાં લાગ્યા છે. જ્યારે એક વ્યક્તિએ આ સમસ્યાને એકદમ અનોખી રીતે તેનો ઉપાય શોધવાનો પ્રયાસ કર્યો છે.

આ છે રિચર્ટ સોવા જે એક કલાકાર છે, અને પોતાની રચનાત્મકનો ઉપયોગ તેમણે એક ખૂબસૂરત વસ્તુનું નિર્માણ કરવામાં ઉપયોગ કર્યો છે. જ્યારે રિચાર્ડ માને છે કે પ્લાસ્ટીકની બોટલનો ઉપયોગ બિલ્ડિંગ મટિરીયલ તરીકે થવો જોઈએ કારણ કે તેમનું ડિકમ્પોઝીંગ હોવામાં સેંકડો વર્ષો લાગે છે, જેના કારણે તેઓ લાંબા સમય સુધી માળખામાં ઊભા રહી શકે છે.

તેમણે લગભગ એક લાખ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને સુંદર ફ્લોટિંગ આઇલેન્ડ બનાવ્યું છે, જે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રસિદ્ધ છે. અને લોકો તેને બહોળી સંખ્યામાં શેર કરી રહ્યા છે. જ્યારે આ ટાપુ જોઈને કોઈ પણ એવું કહી શકતું નથી કે તે કૃત્રિમ છે અને તે પ્લાસ્ટિકમાંથી બનાવેલું છે. રિચર્ટ સોવાનું આ ફ્લોટિંગ ટાપુ (તરતું આઈલેન્ડ) મેક્સિકન ટાપુના મુજેરેસની નજીક આવેલું છે.

READ ALSO

Related posts

ભારતીય સેનાએ પરત મોકલ્યો લદાખમાં પકડાયેલ ‘ભૂલથી ઘુસી આવેલ’ ચીની સૈનિક

pratik shah

કામની વાત/ ફક્ત 50 રૂપિયામાં બનાવડાવો પોકેટ સાઇઝ આધાર કાર્ડ, આ રીતે ઘરે બેઠા કરો ઑર્ડર

Bansari

પીએમ મોદીના કોરોના ભાષણ પર કોંગ્રેસ: “કોરું સંબોધન નહિ નક્કર સમાધાન આપો”

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!