તમે નહીં માનો પણ આ વ્યક્તિ દર મહિને ચા વેચીને કમાય છે 12 લાખ રૂપિયા

સામાન્ય રીતે ચા વેચવી એક નાનો અને તુચ્છ ધંધો સમજવામા આવે છે. આ દુનિયામાં અનેક એવા લોકો પણ છે, જે આવા નાના ધંધાથી માતબર કમાણી કરતા હોય છે. ચા ની નાની એવી લારી ચાલતી હોય છે. જમાં સાધારણ આવક થાય છે. એક શખ્સ એવો પણ છે જે ચા વેંચીને દર મહિને 12 લાખ રૂપિયાની કમાણી રળે છે. જો કે ચા વેંચીને લાખોની આવક એ વિશ્વાસ ન આવે તેવી વાત છે. પરંતુ આ વાત સાચી છે.

આ ચાની દુકાનનું નામ “યેવલે ટી હાઉસ” છે. જે પુણેમાં આવી છે. ચાની આ દુકાન ફેમસ સ્ટોલ્સ બની ગઈ છે. યેવલે ટી હાઉસનાં સ્થાપક નવનાથ યેવલે ગયા વર્ષે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ખુબ જલદી ચા ને વૈશ્વિક બ્રાન્ડ બનાવશે.

નવનાથ યેવલે પોતાનાં ટી હાઉસનાં માધ્યમથી અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે. હાલમાં પુરા પુણે શહેરમાં યેવલે ટી હાઉસનાં ત્રણ સેન્ટ છે. દરેક સેન્ટર પર 12 લોકો કામ કરે છે. નવનાથ પોતાની યેવલે ટી હાઉસમાંથી દર મહિને 12 લાખ રૂપિયાની કમાણી કરે છે.

નવનાથ આગળ વાત કરતા જણાંવે છે કે, ચા પ્રત્યે ભારતીયોનાં અતૂટ પ્રેમ જોઈને અમે અમારી ચા ને એક બ્રાન્ડ નેમ આપવાનો વિચાર 2011માં જ આવ્યો હતો. તેમણે કહ્યું કે આપણા દેશમાં અનેક લોકો ચા પ્રેમી છે. ઘણી વખત તેમને જોઈએ એવો સ્વાદ મળતો નથી. તેથી અમે ચાર વર્ષ સુધી ચા મામલે અભ્યાસ કર્યો. ચાની ગુણવત્તાને અંતિમ રૂપ આપ્યું. અંતે મોટી બ્રાન્ડનાં માધ્યમથી ચા વેંચવાનો નિર્ણય કર્યો.

નવનાથનું કહેવું છે કે,તેઓ દરરોજ 3000થી 4000 કપ ચા વેચે છે. દરેક સમયે તેમની દુકાન પર લોકોની ભીડ જામી હોય છે. નવલનાથ કહે છે કે, દેશભરમાં અંદાજીત 100 ટી સ્ટોલ ખોલવાનો અમારો વિચાર છે. જેથી મહત્તમ લોકોને રોજગારી આપી શકાય.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter