GSTV
Home » News » કોંગ્રેસ સ્ક્રિનીંગ કમિટીની બેઠક,જાણો ગુજરાતની આ 6 બેઠકો પર કોને તક મળશે

કોંગ્રેસ સ્ક્રિનીંગ કમિટીની બેઠક,જાણો ગુજરાતની આ 6 બેઠકો પર કોને તક મળશે

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહિ છે. તેમ દરે રાજકિય પાર્ટીઓ ઉમેદવારોની યાદી બહાર પાડી રહિ છે. ગઇ કાલે ભાજપનાં ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પડાયા બાદ આજે કોંગ્રેસ પણ પોતાનાં ઉમેદવારોનાં નામની જાહેરાત કરી શકે તેવી શક્યતા છે. જો કે એક તરફ ગુજરાત ભાજપનાં ઉચ્ચ નેતાઓનાં દિલ્હીમાં ધામા છે.ત્યારે કોંગ્રસ ની સ્ક્રિનીંગ કમિટીની બેઠક મળે તેવી શક્યતા છે.

આજે ગુજરાત કોંગ્રેસના લોકસભા બેઠકના વધુ છથી સાત ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. આજે દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં વધુ કેટલીક  બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા થઈ શકે છે. તો સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યની જે બેઠકોના નામ ફાઈનલ થયા છે,તેની યાદી પણ જાહેર થઈ શકે છે. આજે ગુજરાતની  સાત બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના છે.

કોંગ્રેસ બારડોલી, કચ્છ, પાટણ, પંચમહાલ ,ખેડા, નવસારી અને અમરેલી બેઠકથી ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના છે. જોકે, અમરેલી ટિકિટ પર મહિલા ઉમેદવારને કોંગ્રેસ નહી ઉતારે તેવી શક્યતાઓ છે. ત્યારે આ બેઠક પર ચર્ચાતા જેની ઠુમ્મરની ટિકિટ કપાય તેવી શક્યતાઓ છે. જૂનાગઢ, અમરેલી બેઠક પર ત્રણ દાવેદારના નામો ચર્ચામાં છે.

screening committee cancel

જે સંભવિતોની ચર્ચા ચાલી રહિ છે તેમાં કચ્છથી નરેશ મહેશ્વરી, બારડોલીથી તુષાર ચૌધરી, નવસારી થી ધર્મેશ પટેલ, પાટણથી જગદીશ ઠાકોર તેમજ ગાંધીનગરથી વર્તમાન ધારાસભ્ય સી.જે.ચાવડાને ટિકીટ મળવાની શક્યતા રહેલી છે. તેમજ ખેડા સીટ પરથી કાળું સિંહ ડાભી અને વિમલસિંહનાં નામો ચાલી રહ્યા છે. તેમજ પંચમહાલ સીટ પરથી કે.વી.ખાંટને ટિકીટ મળી શકે છે.

READ ALSO

Related posts

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

આજે ફરી મોદીમય રહેશે કાશી, ઉમેદવારી નોંધાવતા પહેલા કાલભૈરવના કરશે દર્શન… આવો છે આખો કાર્યક્રમ

Arohi