GSTV

પાર્ટ ટાઈમ જોબની સાથે ટીચરે શરૂ કરી ખેતી, આજે છે 1 કરોડનું ટર્નઓવર

આજે યુવાનોનું ધ્યાન કૃષિ પર જઈ રહ્યુ છે. એવા ઘણા લોકો જોવા પણ મળ્યા હતા જેઓ નોકરી છોડીને ખેતીમાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના દૌલતપુર ગામની સરકારી શાળામાં ખેતીકામ કરવાનું શરૂ કર્યું. તેમનું નામ અમરેન્દ્ર પ્રતાપસિંહ છે. તેમણે પાર્ટ ટાઇમ ફાર્મિંગ શરૂ કર્યુ હતુ. આજે તે તેનાથી વાર્ષિક 30 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

ઇન્ટરનેટ પરથી ખેતી શીખ્યા

અમરેન્દ્ર કહે છે કે વર્ષ 2014 માં તેણે શાળાની વેકેશન દરમિયાન પરિવારની 30 એકર જમીનમાં ખેતી કરવાનું નક્કી કર્યું હતું. તેમણે યુટ્યુબમાંથી કેટલાક વિડિઓ જોયો અને ઓનલાઇન ટ્યુટોરિયલ્સ દ્વારા ખેતીની આધુનિક પદ્ધતિઓ શીખી. તેમણે એક એકર જમીન પર કેળા ઉગાડ્યા. એટલું જ નહીં, તેમણે ધીરે ધીરે ઘણા વધુ પાક પણ ઉગાડ્યા. તેમણે હળદર, આદુ અને કોબીજ પણ ઉગાડ્યા. આ જમીનને ફળદ્રુપ પણ બનાવે છે. તેમણે હળદરથી ઘણી કમાણી કરી અને ખેતીમાં નાણાંનું રોકાણ કર્યું.

લીઝ ઉપર લીધી જમીન

જોકે, તેમને ખેતીમાં ઘણું વધું નુકસાન થયુ હતુ, પરંતુ તેઓ ખેતી શીખી ગયા હતા. 30 એકર જમીન તેમની પોતાની છે. 20 એકર જમીન તેમણે લીઝ ઉપર લીધી છે અને હાલમાં 10 એકર જમીન ખરીદી છે. આ ખેતરોમાં તેઓ કોથમીર, લસણ અને મકાઈની ખેતી કરે છે. ખેતીમાં તેમને એટલો નફો થયો છેકે, તેમણે એક વર્ષમાં 1 કરોડ રૂપિયાનો કારોબાર પણ કરી દીધો છે. તેઓ દર વર્ષે 30 લાખ રૂપિયાનો નફો કમાય છે.

બીજાની પણ કરી મદદ

અમરેન્દ્રની સફળતાને જોઈને પારંપરિક ખેતીને બદલવાને લઈને ઘણા ખેડૂતો તેની સાથે જોડાયા છે. 350 ખેડૂતો તેમની સાથે જોડાયા છે. તેમને અમરેન્દ્ર ખેતીની યુક્તિઓ શીખવાડે છે. એટલે સુધી કે, તેમનાથી પ્રેરાઈને તેમના ઘણા દોસ્તારોએ પણ ખેતી શરૂ કરી દીધી છે. જોકે, તેઓ કહે છેકે, તેમને ખેતીમાં જ્યારે પણ કામ હોય છે ત્યારે તેઓ રજા લઈ લે છે. હજી સુધી તેમણે નોકરી છોડવાનો નિર્ણય લીધો નથી. તો સાથે સાથે પોતાની જમીન ઉપર તો ખેતી કરી જ રહ્યા છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!