GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

આ છે ભગવાન રામના વંશજ, વિવાદોમાં રહી ચૂક્યો છે આ શાહી પરિવાર

જયપુરનો શાહી પરિવાર ભગવાન શ્રીરામનો વશંજ છે. જેનો દાવો ખુદ રાજમાતા પદ્મિની દેવીએ એક અંગ્રેજી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ ભવાની સિંહ ભગવાન રામના દીકરા કુશના 309મા વંશજ હતાં.

કોણ હતા મહારાજા ભવાની સિંહ?

ભારતની આઝાદી બાદ રાજા-મહારાજાઓની હકૂમત પૂર્ણ થતા પહેલા સવાઈ માન સિંહ અદ્વિતીય જયપુર રાજવી પરિવારના છેલ્લા મહારાજ હતાં. તેમણે ત્રણ લગ્ન કર્યા હતાં. પહેલા લગ્ન મરૂધરૂ કંવર સાથે, બીજા લગ્ન મરૂધરૂ કંવરની ભત્રીજી કિશોર કંવર અને ત્રીજા લગ્ન ગાયત્રી દેવી સાથે કર્યા હતાં. સવાઈ માન સિંહ અદ્વિતિય અને તેની પત્ની મરૂધરૂ કંવર દેવી સાહિબાના પુત્ર ભવાની સિંહને રાજગાદી સોંપાઈ હતી. તેમના લગ્ન રાની પદ્મિની દેવી સાથે થયા હતાં. મહારાજા ભવાની સિંહ અને રાણી પદ્મિની દેવીની ફક્ત એક દીકરી દિયા સિંહ છે.

વિવાદો સાથે છે સંબંધ

મહારાજા ભવાની સિંહ અને રાણી પદ્મિની દેવીની દીકરી દીયા સિંહના લગ્ન નરેન્દ્ર સિંહ સાથે થયાં. નરેન્દ્ર સિંહ રાજવી પરિવારના ન હતાં. તેઓ જયપુર રાજવી પરિવારના જ કર્મચારી રહ્યાં છે. જેને કારણે પરિવારના લોકોએ સામાન્ય માણસ સાથે લગ્ન કર્યા હોવાનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, કોઈ દીકરો ના હોવાને કારણે મહારાજા ભવાની સિંહે દીયા સિંહના પુત્ર પદ્મનાભ સિંહને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યો હતો. જેને લઈને પણ ઘણો વિરોધ થયો હતો.

પ્રોપર્ટી વિવાદ

સવાઈ માન સિંહ અદ્વિતીયની ત્રીજી પત્ની ગાયત્રી દેવીના નિધન બાદ સંપત્તિને લઈને વિવાદોમાં રાજઘર ઘેરાયું હતું. તો બે વર્ષ પહેલા જયપુર ડેવલપમેન્ટ ઑથોરિટીએ હોટલ રાજમહેલ પેલેસના ગેટ્સ સીલ કરી દીધા હતાં. જેના વિરોધમાં રાજમાતા ગાયત્રી દેવી પોતાના પૌત્ર પદ્મનાભ સિંહની સાથે રસ્તા પર ઉતર્યા હતાં. દીયા સિંહ સવાઈ માધોપુરથી ભાજપના ધારાસભ્ય છે. તેમના પુત્ર અને જયપુરના સવાઈ પદ્મનાભ સિંહ પોલો ખેલાડી પણ છે. શાહી પરિવારોની પાર્ટીમાં તેઓ વારંવાર દેખાતા હતાં. દીયા સિંહની એક દીકરી ગૌરવી અને નાનો પુત્ર લક્ષ્યરાજ સિંહ છે. ઘણા બૉલીવુડ સેલિબ્રિટીઓ તેમને મળવા માટે રાજમહેલ આવી ચૂક્યા છે.

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!