GSTV
Home » News » મળો દેશના સૌથી ગરીબ સાંસદને જેમની સંપતિ છે માત્ર રૂ.34,311

મળો દેશના સૌથી ગરીબ સાંસદને જેમની સંપતિ છે માત્ર રૂ.34,311

રાજસ્થાનના સિકરના બીજેપી સાસંદ સભ્યની સંપતિ ફક્ત 34,311 રૂપિયા છે. જે અત્યાર સુધીના તમામ સાંસદો કરતા ઘણી ઓછી છે. સિકરના સાંસદ સુમેધ્યાનંદ સરસ્વતીએ 2014ની લોકસભાની ચુૂંટણી લડી હતી અને તેમના નજીકના સાસંદ પ્રતાપસિંહ જાટને 2.39 લાખ મતોથી હરાવ્યા હતા.

ભાજપે ફરીથી 2019ની ચૂંટણીમાં તેમને સિકરની ટિકીટ આપી છે. સાસંદ સરસ્વતીએ જણાવ્યું,

“હું એક સન્યાસી છું. મારી પાસે કોઈ મિલકત કે પરીવાર નથી. હું સામાજીક કાર્યકર્તા છું. કાર્યકર્તાઓની મદદથી ચૂંટણી લડું છું.”

સરસ્વતી સિકરના પિપરોલી ગામમાં આવેલા એક વૈદીક આશ્રમમાં સાધુ જીવન જીવે છે. છેલ્લા 23 વર્ષોથી સિકરમાં રહે છે. તેમના સમર્થકો, કાર્યકર્તાઓ ચૂંટણીલક્ષી ખર્ચમાં સહયોગ આપે છે. તેમણે જણાવ્યું કે મારે જરૂર હોય તો લોકો એક જોડી કપંડા આપી જાય છે.

READ MORE:

આ વખતે જંગી બહુમતીથી ચૂંટણી જીતવાનો દાવો કર્યો છે. એક રીપોર્ટ અનુસાર ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લાની સંપતિ 683 કરોડ છે અને પશ્ચિમ બંગાળના સાંસદ ઉમા સરેન તુર્ણુમલ કોંગ્રેસથી છે જે ગરીબ સાંસદનો દાવો કરે છે તેમની સંપતિ 4 લાખ 99 હજાર છે.

Related posts

આખરે અભિષેક બચ્ચનને ઈલિયાના ડિ ક્રૂઝ સાથે ફિલ્મ મળી ગઈ

Arohi

હરિયાણામાં બસપાએ એકલાહાથે ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપ ગેલમાં આવી ગયું

Mayur

VIDEO : રાજનાથ સિંહની સ્વદેશી વિમાન તેજસમાં ઉડાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!