GSTV

મારો પતિ બહાર હતો ત્યારે તેણે મને જબરદસ્તી….એક્ટ્રેસના આરોપ બાદ આ ફેમસ પાકિસ્તાની એક્ટર ભરાયો

પાકિસ્તાની સિંગર અને એક્ટર અલી ઝફર પરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. અલી પર યૌન શોષણનો આરોપ લગાવનાર મીશા શફીએ ફરી એકવાર તેને લઇને ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. કોર્ટમાં મીશાએ જણાવ્યું કે અલીએ અનેકવાર તેનું યૌન શોષણ કર્યુ છે.

કોર્ટમાં નિવેદન આપતાં મિશાએ જણાવ્યું કે પહેલીવાર તેણે આ હરકત પોતાના સસરાના ઘરે કરી હતી, જ્યાં હું એક કાર્યક્રમમાં હાજરી આપવા મારા પતિ સાથે પહોંચી હતી. કાર્યક્રમ દરમિયાન જ્યારે તેના પતિ મિત્રો સાથે બહાર ઉભો હતો, ત્યારે અલીએ તેને ઘરમાં પકડી લીધી હતી. મીશાએ આ મામલે સંબંધિત તમામ ટ્વીટ્સની કૉપી અને અન્ય પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે.

મિશાએ જણાવ્યું કે આ ઘટના બાદ તે ઘણાં સમય સુધી ભયભીત હતી. મીશાએ કોર્ટની સુનાવણીની જાણકારી ટ્વિટર પર આપી છે. તેણે જણાવ્યું કે મે મારુ સ્ટેટમેન્ટ કોર્ટ સમક્ષ રજૂ કરી દીધું છે. જો આ બધુ રૂપિયા કે નામના માટે કર્યુ હોત તો હું અહીં ન હોત.

મીશા શફીએ અલી પર 2 અબજ રૂપિયાનો દાવો કર્યો છે. મીશાએ લાહોર કોર્ટમાં કેસ ફાઇલ કરતાં આરોપ મુક્યો છે કે અલી ઝફરે તેના પર પાયાવિહોણા અને ખોટા નિવેદનો આપ્યા છે. જણાવી દઇએ કે મીશાએ અલી પર આરોપ મુક્યા હતાં કે, એક પ્રાઇવેટ સ્ટુડિયોમાં તેણે તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. અલી અનેક મહિલાઓ સાથે આવી હરકત કરી ચુક્યો છે. અલીએ ઘણીવાર મારી સાથે ગેરવર્તણૂક કરવાનો પ્રયાસ કર્યો છે જે મારા અને મારા પરિવાર માટે સૌથી મોટુ દુખ હતું.

એક ઇન્ટરવ્યુમાં અલી ઝફરે આ અંગે વાતચીત કરી હતી અને આ દરમિયાન તે ભાવુક થઇને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. અલીએ જણાવ્યું કે આ આરોપોના કારણે તેના કરિયર અને પરિવાર પર ખરાબ અસર થઇ છે. અમે ઘણાં સમયથી આ બધુ સહન કરી રહ્યાં હતા. મે ગત એક વર્ષથી એક શબ્દ નથી ઉચ્ચાર્યો અને નિર્ણય લીધો કે હું આની વિરુદ્ધ લીગલ એક્શન લઇશ.

Read Also

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!