GSTV
Home » News » કોઈ બીજુ તે નથીને.. ફરીવાર જોઈ લો…એવું તો શું થયું કે શહિદ મેજર કેતન શર્માની માતા આવું બોલી ગયાં

કોઈ બીજુ તે નથીને.. ફરીવાર જોઈ લો…એવું તો શું થયું કે શહિદ મેજર કેતન શર્માની માતા આવું બોલી ગયાં

જમ્મૂ-કશ્મીરના અનંતનાગ જીલ્લામાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે સોમનારે થયેલી ગોળીબારીમાં સેનાના મેજર કેતન શર્મા શહીદ થઈ ગયા. અધીકારીઓએ જાણકારી આપી છે કે દક્ષિણ કશ્મીરના અનંતનાગ જિલ્લામાં થયેલી ગોળીબારીમાં મેજર કેતન શર્મા શહીદ થયા હતા. કેતન શર્મા 20 દિવસ પહેલા જ 27 મેના રોજ ડ્યુટી પર પાછા આવ્યા હતા. આજે તેમનુ પાર્થિવ શરીર તેમના મેરઠના ઘરે આવશે.

ભારતીય સેનાના અધિકારી મેરઠમાં કેતન શર્માના આવાસ પર પહોચ્યા. અહીં તેમના ઘર પર અધીકારીએ પરીવારજનો એ મુલાકાત કરી. કેતનની શહીદીના સમાચાર મળતાની સાથે જ તેમના ઘરે લોકોની ભીડ જમા થઈ ગઈ છે.

ડીએમ અનિલ ઢીંગારા, ભાજપના ધારાસભ્ય સત્ય પ્રકાશ અગ્રવાલ અને શહેરના ગણમાન્ય લોકો શહીદના ઘરે પહોંચી અને સાંત્વના આપી.

સીએમ યોગી આદીત્યનાથે શહીદ મેજર કેતન શર્માની શહીદીને નમન કરતા તેમના પરિવારને 25 લાખ રૂપિયાની મદદ અને એક સદસ્યને નોકરી આપવાની ધોષણા કરી હતી. આ સિવાય મેજરની સ્મૃતિમાં મેરઠના એક રસ્તાનું નામ તેમના નામ પર રાખવામાં આવશે. જ્યારે સૈન્ય અધિકારી કેતનના ઘરે પહોંચ્યા તો તેમની માં સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમની માએ કહ્યું કે મારો છોકરો સિંહ હતો….

શહીદ કેતન શર્માની મા સતત આર્મી ઓફીસરને પૂછતી રહી કે કોઈ બીજુ તો નથી ને, શું ખબર કોઈ બીજુ હોય. એકવાર ફરી જોઈ લો કોઈ બીજુ હશે. તેમના પરિવારમાં કેતન શર્માની પત્ની ઈરા અને પાંચ વર્ષની છોકરી કાઈરા પણ છે.

READ ALSO

Related posts

દુનિયાનાં અમુક હિસ્સામાં ફેસબુક થયુ ડાઉન, યુઝર્સ નોટિફિકેશન અને ન્યૂઝ ફીડ નથી ખોલી શકતાં

Mansi Patel

બૉલીવુડનાં 7 એક્ટર્સ જેમની ફિલ્મોએ લોકોમાં જગાવ્યો દેશભક્તિનો ભાવ

Mansi Patel

બ્રાઝિલમાં પુર અને ભૂસ્ખલનથી 30નાં મોત, 3500થી વધુ લોકોનું સ્થળાંતર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!