GSTV

હિન્દુ મહાસભાનું અજીબોગરીબ નિવેદન/ દરેક હિન્દુ 100 રૂપિયાની કમાણી કરી તેમાંથી 20 રૂપિયાના હથિયાર ખરીદે

હિન્દુ મહાસભા દ્વારા આજે મેરઠમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે હિન્દુ મહાસભાના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ પંડિત અશોક શર્માએ આપેલુ નિવેદન ચર્ચાસ્પદ બન્યુ છે.

મહાસભાના આગેવાને કહ્યુ હતુ કે, આજે વિજયાદશમીએ દરેક હિન્દુએ સંકલ્પ લેવો જોઈએ કે, હું 100 રુપિયા કમાઈશ તો તેમાંથી 20 રુપિયાના હથિયાર ખરીદીશ.હિન્દુઓએ સમજવાની જરુર છે કે, તમામ દેવી દેવતાઓ શસ્ત્ર ધારણ કરેલા નજરે પડતા હોય છે. આવામાં હિન્દુઓએ પોતાની આત્મરક્ષા માટે જાગૃત થવુ પડશે અને દરેકે ત્રિશુલ, ગદા, લાઠી જેવા શસ્ત્રો વસાવવા પડશે.

હિન્દુ મહાસભાના અન્ય એક નેતા અભિષેક અગ્રવાલે કહ્યુ હતુ કે, બહેનો અને દીકરીઓની રક્ષા માટે હથિયાર રાખવા જરુરી છે.શાસ્ત્રોની રક્ષા કરવી હશે તો પણ શસ્ત્ર ઉઠાવવા પડશે. મહાસભાના નેતાઓએ કહ્યુ હતુ કે, દેશમાં આજે કટ્ટરવાદ વધી રહ્યો છે, ત્યારે હિન્દુઓએ વધારે સતર્ક થવાની જરૂર છે.

READ ALSO

Related posts

જિલ્લા રજીસ્ટારે વિપુલ ચૌધરીને નોટિસ ફટકારી કહ્યું, તમારૂ સભ્ય કેમ રદ કરવામાં ન આવે

Nilesh Jethva

મંગળગીતની જગ્યાએ થયો કાળો દેકારો/ જાનૈયા ભરેલુ ટ્રેક્ટર નાળામાં ખાબક્યું, વરરાજો-માતા સહિત 6 લોકોના મોત

Pravin Makwana

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!