GSTV
Business Trending

દવા ખાતા પહેલાં પેકેટ પર જરૂરથી વાંચો આ, નહી તો પડશો મુશ્કેલીમાં

medicines

ફાર્મા કંપનીઓ માટે દવાઓના પેકેટ પર હવે તેના સાઈડ ઈફેક્ટ્સ લખવા જરૂરી થઈ ગયા છે. દવાના સાઈડ ઈફેક્ટ્સ પર થયેલા એક રિસર્ચ બાદ કેન્દ્રિય ડ્રગ કન્ટ્રોલ વિભાગે ફાર્મા કંપનીઓને આ આદેશ આપ્યો છે. ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશનના વૈજ્ઞાનિકોએ દવાઓ પર કરેલાં રિસર્ચ બાદ જાણ્યુ છેકે, એન્ટિબાયોટિક્સ, આર્થરાઈટિસ અને ડિપ્રેશન જેવી બિમારીઓની દવાઓથી થતાં સાઈડ ઈફેક્ટ ખૂબજ નુકસાનકારક હોય છે.

આ રિસર્ચના આધારે ડ્રગ કંન્ટ્રોલરે દવા બનાવતી કંપનીઓને દવાથી થતા સાઈડ ઈફેક્ટ્સને પેકેટ પર લખવાનો આદેશ આપ્યો છે. જેથી દવાના ઉપયોગ દરમ્યાન લોકો સાવધાન રહે. કેન્દ્રિય ડ્રગ કન્ટ્રોલરે નો યોર મેડિસિનની ઝુંબેશ હેઠળ 7 પ્રકારની દવાઓ અને તેમના દ્વારા બનાવાતી સેંકડો બ્રાન્ડ્સને લઈને જાગૃતિ ફેલાવવાની તૈયારી કરી છે.

જેમકે, સેફોટૈક્સિમ, સેફિએગ્ઝાઈમ જેવી એન્ટીબાયોટિક્સ ખાવાથી સ્કિન એલર્જી થઈ શકે છે. તો સાથે જ આર્થરાઈટિસ અને માઈગ્રેનની અમુક દવાઓથી સ્કિનની તકલીફો થઈ શકે છે.ઉલ્લેખનીય છેકે, છેલ્લાં 5 વર્ષમાં દેશમાં દવા ખાવાના કારણે થતા સાઈડઈફેક્ટ્સની બાબતોમાં 150 ટકા જેટલો વધારો નોંધાયો છે.

Read Also

Related posts

ઉનાળામાં કસરત કરવાનો કયો છે શ્રેષ્ઠ સમય? જાણો શું કહે છે નિષ્ણાંતો, કઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન

Hemal Vegda

કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ

pratikshah

Video/ મેદાન વચ્ચે અમ્પાયર સાથે બાખડી પડ્યો કૃણાલ પંડ્યા, આ વાતને લઇને ભડકી ઉઠ્યો

Karan
GSTV