GSTV

કાનૂન/ દવાની સંગ્રહખોરી બદલ ગૌતમ ગંભીર ભરાયો, શું ગુજરાતમાં પાટીલ સામે રેમડેસિવર મામલે થશે કાર્યવાહી?

Last Updated on June 3, 2021 by Karan

કોરોના વખતે દવાની સંગ્રહખોરીનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. લોકો એક એક ગોળી, ઈન્જેક્શન, ઓક્સિજનની બોટલ માટે દર દર ભટકતા હતા ત્યારે કેટલાક પહોંચેલા લોકોએ સંગ્રહખોરી કરી હતી. આવી સંગ્રહખોરી સામે કાર્યવાહી થાય એ જરૃરી છે. સદભાગ્યે દિલ્હીથી કાર્યવાહી શરૃ થઈ ગઈ છે.

કોરોના

ગૌતમ ગંભીર પાસે એ દવા ક્યાંથી આવી?


દિલ્હી હાઈકોર્ટે ગૌતમ ગંભીર સામે સંગ્રહખોરીના મુદ્દે તપાસ શરૃ કરી છે. કોરોના વખતે ગૌતમ ગંભીરની સંસ્થાએ કોરોનાના દર્દીઓને ફેબિફ્લુ નામની મહત્વપૂર્ણ દવા વહેંચી હતી. આ દવા ડોક્ટરો કે પછી મેડિકલ સંસ્થાઓ પાસે જ હોવી જોઈએ. પણ ગૌતમ ગંભીર પાસે એ દવા ક્યાંથી આવી? દિલ્હીના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાઈકોર્ટમાં સ્વિકાર્યુ કે ગૌતમ ગંભીરના ફાઉન્ડેશન પાસેથી દવાનો જથ્થો મળ્યો એ કાયદાનો ભંગ છે. શરૃઆતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તો ગંભીરના કેસમાં ગંભીરતાથી તપાસ કરવાને બદલે તેને ક્લિનચીટ આપી દીધી હતી. એટલે હાઈકોર્ટે મામલો હાથમાં લીધો અને હવે ગંભીર તથા ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ બન્ને દોડતા થયા છે.

અનેક દિવસો પછી પાટીલ સામે તપાસ કરવામાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના ઠાગાઠૈયા

  • હાઈકોર્ટ ફટકારશે ત્યારે જ ગુજરાતનો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ સક્રિય થશે?
  • રેમડેસિવર મામલે સીએમ રૂપાણી પણ કરી ચૂક્યા છે હાથ અદ્ધર
  • ગુજરાતમાં પણ પાટીલ અને અન્ય વિરૃદ્ધ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પહોંચ્યા છે હાઈકોર્ટ
  • દવાનો જથ્થો ગૌતમ ગંભીર ફાઉન્ડેશન પાસે ક્યાંથી આવ્યો? એ જ મુદ્દો ગુજરાતમાં પાટીલ વિરૃદ્ધ પણ લાગુ પડે છે
  • ગુજરાતમાં તો પાટીલ સામે કાર્યવાહીમાં સરકાર પાણીમાં બેઠી


કાનૂન બધા માટે સરખો હોય તો પછી હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આવા જ કેસ માટે ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે કાર્યવાહી થશે કે કેમ? એ જાણીતી વાત છે કે જ્યારે ગુજરાત સરકાર પાસે પણ રેમડેસિવિઅર ઈન્જેક્શનનો જથ્થો ન હતો અને અન્ય દવાઓની અછત હતી ત્યારે પાટીલે ભાજપ કાર્યાલય પરથી આ ઈન્જેક્શનો વહેંચ્યા હતા. પાટીલની મદદ કરવાની ભાવના સાચી હતી, પણ રસ્તો ખોટો હતો. પાટીલે મદદ જ કરવી હોય તો ઈન્જેક્શનનો જથ્થો સરકારને આપવો જોઈતો હતો. વળી એકલા સુરતમાં વહેંચવાને બદલે ઈન્જેક્શનો આખા ગુજરાતમાં પહોંચે એ પણ જરૃરી હતું.

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરવા ખાતર કાર્યવાહી શરૃ કરી

આ મુદ્દે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરવા ખાતર કાર્યવાહી શરૃ કરી હતી. અમે તપાસ કરી રહ્યા છીએ એવો સરકારી જવાબ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આપી ચૂક્યો છે. પરંતુ દિલ્હીમાં જેમ હાઈકોર્ટે ફૂડ એન્ડ ડ્રગ્સને તતડાવી નાખ્યો છે એમ ગુજરાતનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ હાઈકોર્ટ ખખડાવે તેની કદાચ રાહ જોઈ રહ્યો છે. ગુજરાતમાં પણ પાટીલ અને અન્ય વિરૃદ્ધ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અરજી પણ કરી છે. એ અરજી પછી કોર્ટે પાટીલને નોટિસ પાઠવી છે અને આ ગરબડનો જવાબ આપવા સમય પણ આપ્યો છે.

ગુજરાતનું ગૃહ મંત્રાલય પણ આંખ આડા કાન કરી રહ્યું છે


આ મામલામાં ગુજરાત સરકાર, ગુજરાતનું ગૃહ મંત્રાલય પણ આંખ આડા કાન કરી રહ્યું છે. વિવિધ સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ રોજ રોજ લોકોને શું કરવું, શું ન કરવું એ સલાહ આપી રહ્યા છે. પણ એ પોલીસ તંત્ર પાટીલ સામે તપાસ કરતા ડરી રહ્યું છે. કેમ કે સામાન્ય વ્યક્તિ પાસે રેમડેસિવિઅરનું ઈન્જેક્શન ઝડપાય તો તુરંત પકડીને જેલ હવાલે કરવા સુધીની ગુજરાત પોલીસે કાર્યવાહી કરી છે. ગુજરાત પોલીસ એવી જ કાર્યનિષ્ઠા પાટીલના કિસ્સામાં દાખવી શકે એમ નથી.

દવાનો જથ્થો ગૌતમ ગંભીર ફાઉન્ડેશન પાસે ક્યાંથી આવ્યો?

દિલ્હી હાઈકોર્ટની ફટકાર પછી હવે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ગૌતમ ગંભીર ફાઉન્ડેશન પાસેથી દવા ક્યાંથી આવી, કેટલી કિંમતે આવી, સ્ટોક રાખવાની છૂટ કોણે આપી. વગેરે તપાસ કરવાની છે. દિલ્હી હાઈકોર્ટે નોંધ્યુ છે કે જ્યારે સામાન્ય માણસોને દવા-ઈન્જેક્શનો મળતા ન હતા, ત્યારે દવાનો જથ્થો ગૌતમ ગંભીર ફાઉન્ડેશન પાસે ક્યાંથી આવ્યો? એ જ મુદ્દો ગુજરાતમાં પાટીલ વિરૃદ્ધ પણ લાગુ પડે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ, ફાર્માસ્યુટિકલ એક્ટ, એપેડેમિક એક્ટ.. વગેરે આખા દેશમાં સરખા જ લાગુ પડે. એટલે ગુજરાતમાં પણ એ મુજબ ગુજરાત સરકારે કાર્યવાહી કરવી જોઈએ, પણ હજુ સુધી થઈ નથી. વળી પાટીલે તો અનેક વખત સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ કર્યો હતો, સભાઓ ભરી હતી અને મેળવડાઓ કર્યા હતા. તેની સામે ગુજરાત સરકાર કોઈ કાર્યવાહી કરી શકી નથી.


સામાન્ય ખાદ્ય પદાર્થો વેચવા માટે પણ લાઈસન્સ જોઈએ. દવા, ઈન્જેક્શનો, અન્ય મેડિકલ સામગ્રી ગમે તે વ્યક્તિ રાખી કે વેચી ન શકે. કેમ કે એ બધી ચીજો લોકોના જીવન સાથે સંકળાયેલી છે. એટલે જ દવા માર્કેટમાં આવતા પહેલા અનેક પરીક્ષણોમાંથી પસાર થાય. તો વળી દવા વેચવા માટે પણ મેડિકલ સ્ટોર પાસે લાઈસન્સ હોવું જોઈએ. દવા પર પણ લખેલું હોય કે પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપવી નહીં. આખી વાતનો સાર એટલો કે દવાઓ એમ જ વેચી શકાતી નથી. તો પણ પાટિલે વેચી.

READ ALSO

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!