GSTV
Health & Fitness Life Trending

આ કારણે તમારે ઘરમાં લગાવવો જોઇએ સ્પાઇડર પ્લાન્ટ, જાણો તેના કમાલના ફાયદા

સ્પાઇડર

Spider Plant Benefits: ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ લગાવવાથી તમારા ઘરની સુંદરતા તો વધે જ છે પરંતુ આ પ્લાન્ટમાં રહેલા ઔષધીય ગુણો પણ તમને લાભ આપે છે. નિષ્ણાતોના મતે, જો તમને ઇન્ડોર પ્લાન્ટ લગાવવાનું પસંદ છે, તો ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ ચોક્કસ લગાવો. આનાથી તમને ઘણા ફાયદા થશે.

હવાને શુદ્ધ કરે

સ્પાઈડર પ્લાન્ટ ઘરમાં રાખવાથી હવા શુદ્ધ થાય છે. ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ લગાવવાથી હવામાં રહેલા હાનિકારક કેમિકલ્સ જેમ કે ટોલ્યુએન, કાર્બન મોનોક્સાઇડ, ઝાયલીન, ફોર્માલ્ડીહાઈડ દૂર કરવામાં મદદ મળે છે.

સ્પાઇડર

ઓક્સિજનનું સ્તર વધશે

ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ રાખવાથી ઘરની અંદર ઓક્સિજનનું સ્તર વધે છે. શ્વસન સંબંધી રોગોના દર્દીઓ માટે ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ રાખવો ફાયદાકારક રહેશે.

ઔષધીય ગુણોનો લાભ

જો તમે વારંવાર તણાવમાં રહેતા હોય, તો ચોક્કસથી ઘરમાં એક સ્પાઇડર પ્લાન્ટ લગાવો. સ્પાઈડર પ્લાન્ટ તમારા મૂડને બૂસ્ટ કરવામાં મદદરૂપ છે. ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ રાખવાથી મૂડ સારો રહેશે. તે કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે, જે તણાવ સાથે સંકળાયેલ હોર્મોન છે. ઔષધીય ગુણો ધરાવતો સ્પાઈડર પ્લાન્ટ તણાવ અને હતાશાને દૂર કરવામાં મદદરૂપ છે.

સ્પાઇડર

રિકવરીમાં મદદરૂપ

સ્પાઈડર પ્લાન્ટને ઘરની અંદર રાખવાથી ઝડપી રિકવરીમાં પણ મદદ મળશે. એવું માનવામાં આવે છે કે સ્પાઈડર પ્લાન્ટને દર્દીના રૂમમાં રાખવાથી બ્લડ પ્રેશર, હૃદય રોગ અને તણાવની સ્થિતિમાં ફાયદો થાય છે. સ્પાઈડર પ્લાન્ટમાં કોઈ હાનિકારક ટોક્સિન નથી હોતું, તેથી જો તમારા ઘરમાં પાળતુ પ્રાણી હોય તો પણ તમે તેને લગાવી શકો છો. તે હાઇ ઓક્સિજન ક્ષમતા ધરાવે છે, જેથી પાલતુ પ્રાણીઓને પણ લાભ મળે છે.

GSTV

Read Also

Related posts

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk

ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન

Zainul Ansari
GSTV