રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં જીવ ગુમાવનાર ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો મૃતદેહ મોડી રાત્રે બેંગલુરુ પહોંચ્યો હતો. થોડા દિવસ પહેલા નવીન યુક્રેનમાં રશિયન હુમલામાં માર્યો ગયો હતો. ત્યારપછી તેની લાશ લાવવાના પ્રયાસો ચાલુ હતા. આ સંદર્ભમાં પીએમ મોદીએ તાજેતરમાં મળેલી બેઠકમાં સ્પષ્ટ સૂચના પણ આપી હતી કે નવીનનો મૃતદેહ લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે.

નવીનના પરિવારજનોને સાંત્વના આપવા માટે સીએમ બસવરાજ બોમાઈ સવારે 9 વાગ્યે બેંગલુરુથી રવાના થશે. 21 વર્ષીય નવીનનું ઘર કર્ણાટકના હાવેરી જિલ્લામાં છે. સીએમ બસવરાજ બોમાઈએ આ માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
નવીન ખાર્કિવમાં મેડિકલનો અભ્યાસ કરતો હતો. નવીનના મિત્રએ જણાવ્યું હતું કે તે સવારે બંકરમાંથી ભોજન અને જરૂરી વસ્તુઓ લેવા આવ્યો હતો. ત્યારબાદ હુમલામાં તેનું મોત થયું હતું. વધુમાં કહ્યું કે, તે થોડા દિવસોથી ખાર્કિવના એક બંકરમાં રહેતો હતો. શ્રીકાંતના કહેવા પ્રમાણે, નવીન 1 માર્ચે સવારે બંકરમાંથી કેટલીક વસ્તુઓ લેવા ગયો હતો. નવીનના મિત્ર શ્રીકાંતે જણાવ્યું કે ખાર્કિવમાં બપોરે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ હતો. તે સવારે 6 વાગ્યા પછી જરૂરી વસ્તુઓ લેવા ગયો હતો. પછી અમે સૂતા હતા. શ્રીકાંતના કહેવા પ્રમાણે, નવીને તેને બહાર જતી વખતે કશું કહ્યું ન હતું.

તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ 7 દિવસ પહેલા રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં પીએમ મોદીએ નવીનના મૃતદેહને ભારત લાવવા માટે તમામ પ્રયાસ કરવાનો આદેશ આપ્યો હતો.
READ ALSO:
- ભાજપના આ નેતાએ કર્યો દાવો, કહ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ માટે સતત 22 કલાક કરે છે કાર્ય
- સરકારી યોજનાના લાભો છતાંય મતદારો કેમ મત આપતા નથી? પીએમે સાંસદોને તાકીદ કરી કે નબળી-ઓછા મત્તાથી ગુમાવેલી બેઠકોનું શોધો કારણ
- રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વધી આ દવાની માંગ, કિંમતોમાં જબરદસ્ત ઉછાળો
- ઉત્તરાખંડમાં આજે યોજાશે વિધાયક દળની બેઠક, મુખ્યમંત્રીના નામ પર લગાડવામાં આવશે મહોર
- કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત! હવામાન વિભાગની આગાહી, આગામી ચાર દિવસ ગરમી વધવાની સંભાવના નહિવત