GSTV
Gujarat Government Advertisement

ખુશખબર : 1 કરોડ મેડિકલ માસ્ક અને 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર આવ્યા, ભયંકર પ્રકોપનો સામનો કરી રહ્યું છે ભારત

ઓક્સિજન

Last Updated on May 7, 2021 by Harshad Patel

ભારત હાલ કોરોના મહામારીના ભયંકર પ્રકોપનો સામનો કરી રહ્યું છે. ભારતમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાથી દેશની મોટા ભાગની હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન અને અન્ય જરૂરી મેડિકલ સામગ્રીઓની અછત વર્તાઈ રહી છે. જો કે, ભારતના કોરોના સામેના જંગમાં અનેક દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે.

અનેક દેશ અને વિદેશી એજન્સીઓ ભારતને જરૂરી મેડિકલ સપ્લાય મોકલ્યો

અનેક દેશ અને વિદેશી એજન્સીઓ ભારતને જરૂરી મેડિકલ સપ્લાય મોકલી રહી છે. તેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્રની અનેક એજન્સીઓએ પણ કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે ભારતને આશરે 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર મોકલી આપ્યા છે. આ સાથે જ આશરે 1 કરોડ મેડિકલ માસ્ક પણ મોકલી આપ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રના દળે વેન્ટિલેટર અને ઓક્સિજન ઉત્પાદન સંયંત્ર પણ ખરીદ્યા

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘સંયુક્ત રાષ્ટ્રનું દળ ભારતમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે રાષ્ટ્રીય અને સ્થાનિક બંને સરકારોનો સહયોગ કરી રહ્યું છે. યુનિસેફ, ડબલ્યુએચઓ, યુએનએફપીએએ આશરે 10,000 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 1 કરોડ મેડિકલ માસ્ક અને 15 લાખથી વધારે ફેસ શિલ્ડ ભારતને મોકલ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના દળે વેન્ટિલેટર અને ઓક્સિજન ઉત્પાદન સંયંત્ર પણ ખરીદ્યા છે.

વેન્ટિલેટર

અન્ય ઉપકરણો પણ મોકલ્યા

યુનિસેફ ભારતને કોરોના વેક્સિન રાખવા માટે ‘કોલ્ડ ચેન’ ઉપકરણ પણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. દુજારિકના કહેવા પ્રમાણે તેમના સહાયક દળે ભારતને ટેસ્ટિંગ મશીન અને પીપીઈ કીટની સાથે થર્મલ સ્કેનર પણ મોકલ્યા છે. યુનિસેફ અને યુએનડીપી ભારતમાં 1,75,000 કરતા વધારે વેક્સિનેશન કેન્દ્રના મોનિટરીંગમાં પણ મદદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડબલ્યુએચઓના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વના કોરોના વાયરસના 46 ટકા કેસ ભારતમાંથી નોંધાયા છે. ગત સપ્તાહે આ મહામારીથી સમગ્ર વિશ્વમાં જીવ ગુમાવનારા લોકો પૈકી 25 ટકા લોકોના મોત ભારતમાં થયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અલવિદા: ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

Pravin Makwana

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Zainul Ansari

શ્વાસ અધ્ધર / અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સાથે પક્ષી અથડાતા એન્જીન નુકસાનગ્રસ્ત, પક્ષીઓ આવવાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!