GSTV
Trending ગુજરાત

મેડિકલ કમિશને ફી માટેની ગાઈડલાઈન કરી જાહેર, ખાનગી કોલેજોની પણ 50 ટકા બેઠકોની ફી હવે સરકારી ફી જેટલી

નેશનલ મેડિકલ કમિશન દ્વારા દેશમાં આવેલી ખાનગી મેડિકલ કોલેજોની ફી માટે ગાઈડલાઈન જાહેર કરવામા આવી છે.મેડિકલ કમિશન દ્વારા રચાયેલી એક્સપર્ટ કમિટીઓની ભલામણો તેમજ લોકો પાસેથી મંગાવાયેલા સૂચનો અને ચર્ચાને અંતે કમિશન દ્વારા જાહેર કરવામા આવ્યુ છે કે ખાનગી મેડિકલ કોલેજોની ૫૦ ટકા બેઠકોની ફી જે તે રાજ્યમાં આવેલી સરકારી મેડિકલ કોલેજોની ફી જેટલી જ  હોવી જોઈએ.ઉપરાંત હવે કોઈ પણ ખાનગી મેડિકલ કોલેજ કોઈ પણ પ્રકારે કેપિટેશન ફી વસુલી નહી શકે.

ફી નિર્ધારણ માટે ગાઈડલાઈન નક્કી કરવાની સૂચના આપ્યા બાદ કમિશન દ્વારા ૨૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ એક્સપર્ટ કમિટી નિમાઈ

કેન્દ્ર સરકારે નેશનલ મેડિકલ કમિશનને ખાનગી મેડિકલ કોલેજોના ફી નિર્ધારણ માટે ગાઈડલાઈન નક્કી કરવાની સૂચના આપ્યા બાદ કમિશન દ્વારા ૨૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ એક્સપર્ટ કમિટી નિમાઈ હતી. આ કમિટી દ્વારા યુજી-પીજી ખાનગી મેડિકલ કોલેજો-ડિમ્ડ યુનિ.ઓની ફી માટેની ૨૬ મહત્વની ગાઈડલાઈન નક્કી કરાઈ હતી.આ ગાઈડલાઈનના આધારે કમિશને પ્બલિકમાં સૂચનો મંગાવાયા હતા.કમિશનને મેડિકલ સંસ્થાઓ, એસોસિએશનો તેમજ એક્સપર્ટસ અને જાહેર જનતા પાસેથી ૧૮૦૦ જેટલા સૂચનો મળ્યા હતા.આ સૂચનાને તપાસવા માટે કમિશન દ્વારા ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ નવી કમિટી રચાઈ હતી.આ કમિટીના રિવ્યુ એક્ઝામિનેશન અને સૂચનો તેમજ ચર્ચા-વિચારણાને અંતે નેશનલ મેડિકલ કમિશન દ્વારા ખાનગી મેડિકલ કોલેજો-ડિમ્યુ યુનિ.ઓની ૫૦ ટકા બેઠકોની ફી અને અન્ય ચાર્જીસ નક્કી કરવા માટે વિગતવાર ગાઈડલાઈન તૈયાર કરાઈ છે.જે આજે જાહેર કરવામા આવી છે.

હવે કોઈ પણ પ્રકારની કેપિટેશન ફી નહી લઈ શકે

મેડિકલ કમિશન દ્વારા કરાયેલી ગાઈડલાઈન મુજબ એક પણ ખાનગી મેડિકલ કોલેજ હવે કોઈ પણ પ્રકારની કેપિટેશન ફી નહી લઈ શકે.કમિશન દ્વારા નિર્ણય કરવાામા આવ્યો છે કે દેશમાં આવેલી ખાનગી મેડિકલ કોલેજોની ૫૦ ટકા બેઠકોની ફી જે તે રાજ્યની સરકારી મેડિકલ કોલેજોની ફી જેટલી જ હોવી જોઈએ.આ ફીનો લાભ ખાનગી મેડિકલ કોલેજોની ગવર્મેન્ટ ક્વોટા સીટ પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પહેલા મળશે.પરંતુ ૫૦ ટકા સુધીની મર્યાદામાં જ લાભ આપી શકાશે.જો ખાનગી મેડિકલ કોલેજની મંજૂર થયેલી બેઠકોના ૫૦ ટકા કરતા ઓછી બેઠકો ગવર્મેન્ટ ક્વોટાની હોય તો બાકીના વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજોની ફી જેટલી જ ફીનો લાભ મળવો જોઈએ.આ ફીનો લાભ સંપૂર્ણ રીતે મેરિટ આધારીત જ મળશે.

READ ALSO

Related posts

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah
GSTV