GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ભોપાલમાં સીબીઆઇની તપાસમાં ‘મુન્નાભાઇ’ ફિલ્મ જેવું કૌભાંડ બહાર આવ્યું, કોલેજના ડીનને પાંચ કરોડનો દંડ

સંજ્ય દત્તની ફિલ્મ મુન્નાભાઇ એમબીબીએસ જેવો એક કિસ્સો ભોપાલની મેડિકલ કોલેજમાં જોવા મળ્યો છે. સીબીઆઇ તપાસમાં જાણવા મળ્યું છે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના માપદંડોને પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલમાં ભૂતિયા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતાં. 

એજન્સીની તપાસને આધારે સુપ્રીમ કોર્ટે ભોપાલની આરકેડીએફ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરમાં આગામી બે વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦માં એમબીબીએસના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

સુપ્રીમ કોર્ટે કોલેજના ડીન એસ એસ કુશવાહા વિરુદ્ધ તપાસ કરવા અને છેતરપિંડી આચરવા બદલ પાંચ કરોડ રૃપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે. 

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૯ના વિદ્યાર્થીઓને તેમની ફી પરત આપવા તથા દરેક વિદ્યાર્થીને એક લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. 

તપાસમાં જાણવા મળ્યું છે કે કોલેજે નકલી દસ્તાવેજો રજૂ કરીને સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી છે.  સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા અંગે કોલેજ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા સીબીઆઇ અધિકારીઓ અને મેડીકલ નિષ્ણાતો દ્વારા બનેલી ટીમ  દ્વારા કરાયેલી તપાસમાં ખોટા પુરવાર થયા હતાં. 

કેન્દ્ર સરકાર અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં આ કોલેજે આચરેલી ગેરરીતિની વિગતો રજૂ કરી હતી. કોલેજ વિરુદ્ધ મૂકવામાં આવેલા આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં એઇમ્સના બે ડોક્ટર અને સીબીઆઇના એક અધિકારીની બનેલી સમિતિની રચના કરી હતી.

આ સમિતિએ ગયા વર્ષે પોતાનો અહેવાલ સુપ્રત કર્યો હતો.  એમસીઆઇને ૨૦૧૫ના ઇન્સ્પેકશનમાં જાણવા મળ્યું હતું કે ૨૦૧૪-૧૫માં એડમિશનની મંજૂરી લેવા માટે કોલેજે હોસ્પિટલમાં નકલી દર્દીઓને દાખલ કર્યા હતાં.

Related posts

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

મે મહિનામાં 10 હજાર કેસ : ગુજરાતમાં સરેરાશ દરરોજ વધ્યા 403 કેસ, કોરોના બન્યો બેકાબૂ અને સરકાર ફેલ

Harshad Patel

કોંગ્રેસ 28 મેથી ઓનલાઇન અભિયાન ચલાવશેઃ દરેક વ્યક્તિનાં ખાતામાં 10,000 રૂપિયા જમા કરવાની માંગણી કરશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!