GSTV
Home » News » નોકરી મેળવવા માગતા હોવ તો પહોંચી જાવ આ કંપનીમાં, 130 ફ્રેશર્સની ભરતી કરશે

નોકરી મેળવવા માગતા હોવ તો પહોંચી જાવ આ કંપનીમાં, 130 ફ્રેશર્સની ભરતી કરશે

ગ્લોબલ એડ કંપની મીડિયા નેટ સમગ્ર ભારતમાં એન્જીનિયરિંગ અને મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. કંપનીની યોજના ઇન્સુયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી & સાયન્સ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સહીતની ઉચ્ચ સંસ્થાઓમાંથી 60થી વધુ ઇજનેરી વિધાર્થીઓની ભરતી કરવાની છે.

જેમાં સોફ્ટવેટ ડેવલપમેન્ટ અને DevOps ડોમેઈનમાં નોકરીઓ સામેલ છે. કંપનીના જણાવ્યાં અનુસાર કમર્ચારીઓની ભૂમિકાને આધારે રૂ.15 લાખથી 25.5 લાખ સુધીનું સેલેરી પેકેજ આપવામાં આવશે. કંપની મુખ્ય સોફ્ટવેર નોકરીઓ ઉપરાંત વેબ ડેવલપર્સ, યુઆઈ ડેવલપર્સ, ડેટાબેઝ એન્જીનિયર, બિઝનેસ ડેવલપમેન્ટ એસોસિએટ્સ,રિસર્ચ એનાલિસ્ટ અને એટા એનાલિસ્ટ્સની 80 ખાલી જગ્યાઓ પર ફ્રેશર્સને તક આપશે.

મેનેજમેન્ટને લગતી નોકરીઓ માટે તે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલો જેવી કે ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને એસપી જૈન મેનેજમેન્ટમાંથી સ્નાતકો હાયર કરી રહી છે. મેનેજમેન્ટ માટે કંપની પ્રોડક્ટ મેનેજમેન્ટ, પ્રોડક્ટ એનાલિટિક્સ વગેરે માટે કર્મચારીઓની ભરતી કરશે. મેનેજમેન્ટ જોબ્સ માટે કંપની ભૂમિકાને આધારે 12 લાખથી 34 લાખ સુધીનું પેકેજ આપી શકે છે. મીડિયાનેટ પાસે સોફ્ટવેર ડેવલપમેન્ટ, બિઝનેસ ડેવલપમેન્ટ, સેલ્સ અને માર્કેટિંગ ક્ષેત્રમાં કામ કરનારા 1300થી વધુ કર્મચારીઓ છે.

Read Also

Related posts

શું તમે વિચારી રહ્યા છો લિવ ઈન રિલેશનશીપ? તો થોભી જાવ, પહેલા જાણી લો આ સંબંધના ક્યાં છે નુકસાન

Ankita Trada

આદુંનું પાણી છે ખૂબ ફાયદાકારક, શરીરનું આ રોગોથી કરે છે રક્ષણ

pratik shah

ધર્મલોક : જેમણે કોઈ દુ:ખ કે તકલીફ જ નહોતી જોઈ તે કેવી રીતે સિદ્ધાર્થમાંથી બન્યા બુદ્ધ ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!