GSTV
India News Trending

મીડિયા રિપોર્ટ્સ ભ્રામક અને ખોટી માહિતી પર આધારિત છે, તે તથ્યો પર આધારિત નથી : સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં પ્રથમ બે તબક્કા દરમિયાન કોરોનાના મૃતકોની ઓછી સંખ્યા દર્શાવવાના અહેવાલને નકારી કાઢ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતીને ખોટી-ખોટી અને ખરાબ ઈરાદાવાળી ગણાવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારત સરકાર પાસે વૈશ્વિક સ્તરે કોવિડ મૃત્યુને વર્ગીકૃત કરવા માટે એક વ્યાપક તંત્ર છે.

કોરોના

મંત્રાલયે કેટલાક મીડિયા અહેવાલોને રદિયો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં કોરોનાની પ્રથમ બે લહેરમાં મૃત્યુ પામેલા લોકોની વાસ્તવિક સંખ્યા ઓછી દર્શાવવામાં આવી છે. કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક લગભગ 30 લાખ હોય શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, આવા મીડિયા રિપોર્ટ્સ ભ્રામક અને ખોટી માહિતી પર આધારિત છે, તે તથ્યો પર આધારિત નથી

કોરોના

ભારતમાં જન્મ અને મૃત્યુ રિપોર્ટિંગની ખૂબ જ મજબૂત પ્રણાલી છે જે એક જ કાયદા પર આધારિત છે અને ગ્રામ પંચાયત સ્તરથી જિલ્લા સ્તર અને રાજ્ય સ્તર સુધી નિયમિતપણે કરવામાં આવે છે. મંત્રાલયે કહ્યું કે સમગ્ર કવાયત રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા(RGI)ની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.

Read Also

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla
GSTV