GSTV
Home » News » નેટફ્લિકસના રસિયા માટે આવ્યા માઠા સમાચાર, આ ડિવાઈસો પર આવતા મહિનાથી નહીં જોવા મળે

નેટફ્લિકસના રસિયા માટે આવ્યા માઠા સમાચાર, આ ડિવાઈસો પર આવતા મહિનાથી નહીં જોવા મળે

દુનિયાની સૌથી મોટી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની સપ્ટેમ્બરની શરૂઆતમાં કેટલાક ડિવાઈસ પર સ્ટ્રીમિંગ સેવા બંધ કરવા જઈ રહ્યું છે. આ ડિવાઈસેઝમાં કેટલાક સ્માર્ટ ટીવી અને મીડિયા પ્લેયર પણ સામેલ છે. જાણકારી મુજબ આ ડિવાઈસમાં કેટલીક ટેક્નિકલ ખામીઓના કારણે નેટફ્લિક્સની સ્ટ્રીમિંગ સંભવ નહીં થઈ શકે.

આ ડિવાઈસ પર નહીં કામ કરે નેટફ્લિક્સ


જાણકારી મુજબ વર્ષ 2010 અને 2011માં બનેલા સેમસંગના સ્માર્ટ ટીવીમાં નેટફ્લિક્સ કામ નહીં કરે. એ ઉપરાંત રોકુ કંપનીને કેટલાક મીડિયા પ્લેયર પણ નેટફ્લિક્સ એપને સપોર્ટ નહીં કરે. તેમાં રોકુ 200સી, રોકુ 2050એક્સ, રોકુ 2100 એક્સ, રોકુ એચડી, રોકુ એસડી અને રોકુ એક્સઆર મીડિયા પ્લેયર સામેલ છે.

આ રીતે ચલાવી શકશો નેટફ્લિક્સ


જોકે સેમસંગના આ ટીવીમાં પહેલાથી હાજર નેટફ્લિક્સ એપ કામ નહીં કરે, પરંતુ કેટલાક ઉપાયોની મદદથી નેટફ્લિક્સ સ્ટ્રીમ કરવામાં આવશે. એમેઝોન ફાયર ટીવી સ્ટિક અને એપલ ટીવી જેવા ડિવાઈસનો ઉપયોગ કરી આ ટીવીમાં પણ નેટફ્લિક્સ ચલાવી શકાશે.

Read Also

Related posts

લા ગિલા: સ્ટાર મેસીનો વધુ એક ધમાકો, હેટ્રિકથી તોડ્યો રોનાલ્ડોનો રેકોર્ડ

Mansi Patel

ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર તોફાની બનવાનાં સંકેત, કોંગી ધારાસભ્યો સત્રની ચર્ચા અને વિધાનસભા ઘેરવા પર કરશે ચર્ચા

Mansi Patel

AMTSના 1500 ડ્રાઈવરો, 15 દિવસ, રોજ 4 કલાક બસ ચલાવવાની તાલીમ લેશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!