GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

સ્ટાર કિડ્સને મળી રહ્યું છે જરૂર કરતાં વધારે અટેન્શન, શું ઐશ્વર્યા પણ તેનાથી કંટાળેલી છે?

એક સ્ટાર કિડ હોવું બહુ મુશ્કેલ છે. દરેક સમયે મીડિયાથી ઘેરાયેલા રહેવું અને ઈન્ટરનેટના સમયમાં તો એક સ્ટાર કિડ માટે સર્વાઇવ કરવું વધારે મુશ્કેલ થઈ ગયું છે, ઈન્ટરનેટ પર સ્ટાર કિડના ફોટો બહુ સરળતાથી વાયરલ થઈ જાય છે. તૈમૂર, અબરામ, મીશા બધાંની એક ઝલક મેળવવા લોકો બેચેન રહે છે. નાનાં બાળકોને જરૂર કરતાં વધારે અટેન્શન મળાવા બાબતે તો ગૌરી અને કરીના પણ પરેશાન છે. આ અંગે ઐશ્વર્યા રાયે પણ પોતાની રાય જણાવી છે.

ઐશ્વર્યાએ જણાવ્યું, “આ આપણી ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે. આ આપણા પસંદ કરેલ જીવનની રીત છે.” ઐશ્વર્યા રાય બચ્ચન એક દીકરીની માતા છે. તેની દીકરીનું નામ આરાધ્યા બચ્ચન છે. આરાધ્યાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. એશ્વર્યા આરાધ્યા હંમેશાં તેની સાથે જ રાખે છે, કરવાચોથની પાર્ટીમાં પણ બંને સાથે દેખાયાં હતાં. કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ ઐશ્વર્યા આરાધ્યાને સાથે લઈને ગઈ હતી, મા-બેટીની કેમેસ્ટઈ જબરજસ્ત છે.

વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો, ઐશ્વર્યા છેલ્લે ખન્ને ખાંમાં જોવા મળી હતી, ફિલ્મમાં રાજકુમાર રાચ અને અનિલ કપૂર મુખ્ય રોલમાં હતા. જોકે ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી. હવે તે પડદા પર બહુ ઓછી જોવા મળે છે. જોકે, બહુ જલદી હોલિવૂડ ફિલ્મ મૈલિફિસેન્ટમાં તેનો વૉઇસ ઓવર સાંભળવા મળશે. આ માટે ઐશ્વર્યા બચ્ચન પ્રમોશનમાં વ્યસ્ત છે.

Related posts

Facebookએ Whatsapp પર શરૂ કરી આ અમેઝિંગ સર્વિસ, જાણો કેવી રીતે કરશો યુઝ

Bansari

ફેસબુક પર મિત્રતા કેળવી, યુવતીને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદના યુવકે આચર્યુ નરાધમ કૃત્ય

Bansari

ચોમાસાની સમયસર શરૃઆત થઇ હોવા છતા સુરતમાં ચાર વર્ષનો સૌથી ઓછો વરસાદ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!