GSTV
Home » News » વિશ્વભરની મીડિયાએ હાઉડી મોદીની લીધી નોંધ, પીએમ અને ટ્રમ્પની રેલીને ગણાવી ઐતિહાસિક

વિશ્વભરની મીડિયાએ હાઉડી મોદીની લીધી નોંધ, પીએમ અને ટ્રમ્પની રેલીને ગણાવી ઐતિહાસિક

પીએમ મોદીએ હ્યૂસ્ટનમાં સંબોધન કર્યા બાદ વૈશ્વિક મીડિયાએ તેની નોંધ લીધી છે. બીસીસી ન્યૂઝે પીએમ મોદીની રેલીને ઐતિહાસિક ગણાવી છે. બીબીસી બાદ સીએનએન ન્યૂઝે પીએમ મોદી અને ટ્રમ્પની દોસ્તીના અહેલાવને પ્રસિદ્ધ કર્યો છે. જ્યારે ગાર્ડિયન ન્યૂઝમાં કહેવામાં આવ્યુ હતુ કે, હાઉડી મોદીમાં ભારત અને અમેરિકા વચ્ચેનો ટ્રેડ વોર જોવા મળ્યો નથી.

બન્ને દેશના વડાએ એક સાથે મંચ શેર કરતા દુનિયામાં મેસજે ગયો કે, દુનિયાની સૌથી મોટા બે લોકશાહી ધરાવતા દેશ મિત્ર છે. ગાર્ડિનય બાદ ન્યૂયોર્ક ટાઈમ્સમાં પણ પીએમ મોદી અને ટ્રમ્પની રેલીના અહેવાલને પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. વોલ સ્ટ્રીટ જનરલમાં કહેવામાં આવ્યુ કે, આ કાર્યક્રમ ભારત અને અમેરિકાનો તહેવાર હતો.

અમેરિકામાં 44 લાખ ભારતીય રહે છે. જેથી આ કાર્યક્રમાં 50 હજારથી વધારે ભારતીય નાગરિક હાજર રહ્યા હતા. વોશિંગટન પોસ્ટમાં કહેવામાં આવ્યુ કે, ટ્રમ્પે ઈગો છોડીને મંચ શેર કર્યો. બન્ને નેતાએ એકબીજાના વખાણ કર્યા. પીએમ મોદીએ કહ્યુ કે, દુનિયાના તમામ લોકો ટ્રમ્પનું નામ જાણે છે. પીએમ મોદીએ હ્યૂસ્ટનમાં 50 હજારથી વધારે ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતુ. જે બાદ પીએમ મોદીની દુનિયાભરમાં નોંધ લેવામાં આવી છે.

READ ALSO

Related posts

ઉમેશ યાદવે 145 કિલોમીટરની ઝડપે નાખ્યો એવો બાઉન્સર કે બચી ગયો આ આફ્રીકાનો ક્રિકેટર

pratik shah

કરીનાથી લઇને દીપિકા સુધી, આ અંદાજમાં મતદાન કરવા પહોંચ્યા બી-ટાઉન સ્ટાર્સ

Bansari

હોમગાર્ડના જવાનોએ નકલી પીએસઆઈ ઝડપ્યો, બજારમાં આપતો હતો દમદાટી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!