GSTV
Home » News » ઉપવાસ સ્થળે મળવા પહોંચ્યા આ મહિલા પરંતુ હાર્દિકે કર્યો ઇન્કાર, મચ્યો હોબાળો

ઉપવાસ સ્થળે મળવા પહોંચ્યા આ મહિલા પરંતુ હાર્દિકે કર્યો ઇન્કાર, મચ્યો હોબાળો

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન કરવા આવેલા સામાજિક કાર્યકર મેધા પાટકરનો વિરોધ કરાયો હતો. મેધા પાટકર ઉપવાસ સ્થળે પહોંચતા હાર્દિક સમર્થકોએ તેમનો વિરોધ કર્યો હતો અને ખેડૂત વિરોધી તથા ગુજરાત વિરોધી હોવાના નારા લગાવ્યા હતા. પાટીદારોએ તેમના હાથ જોડી પાછા જવાની વિનંતી કરી હતી. હાર્દિકે પણ મેધા પાટકરને મળવાનો ઈનકાર કર્યો હતો. આથી મેધા પાટકરે વિલા મોઢે પરત ફરવું પડ્યું હતુ. હાર્દિકના સમર્થકોએ ખેડૂત વિરોધી અને નર્મદા વિરોધી વાપસ જાઓના નારા લગાવીને વિરોધ કર્યો હતો. ઉપરાંત હાર્દિકના સાથી મનોજ પનારા બે હાથ જોડીને મેધા પાટકરને રવાના થઈ જવાની વિનંતી કરી હતી.

 

મેધા પાટકરે શું કહ્યું?

મેધા પાટકરે ગ્રીનવુડ ગેટ પાસે જણાવ્યું હતું કે, હાર્દિકના ઉપવાસ અંગે મને કંઈ જાણ નથી. કારણ કે છેલ્લા 10 દિવસથી હું કેરળમાં હતી. પરત આવ્યા બાદ અહીંથી ફોન આવ્યો હતો તેથી હું પણ ખેડૂતોની સમર્થક હોવાથી હાર્દિક પટેલના આંદોલનને ટેકો આપવા આવી છું.

પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 8મો દિવસ છે. હાર્દિકનું વજન સતત ઘટી રહ્યું છે અને સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું છે. બે દિવસ જળ ત્યાગ કર્યા બાદ હાર્દિકે આજે સવારે એસ.પી.સ્વામીના હાથે પાણી પીધું હતું. જો કે હાર્દિકે પાણી ભલે પીધું પણ તે અન્ન લેશે નહીં અને ઉપવાસ ચાલુ રાખશે.

Related posts

રેલ્વે સ્ટેશન પર જો તમે પ્લાસ્ટિકની આ વસ્તુઓ વાપરો છો, તો આ તારીખથી લાગી જશે પ્રતિબંધ

Dharika Jansari

નવા બાંધકામના પ્લાનની જેમ જ બીયુ પરમિશન પણ ‘ઓનલાઇન’ મળશે

Mayur

કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ શરૂ: આતંકી ઠાર, જવાન શહીદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!