GSTV
Gujarat Government Advertisement

દુનિયાની સૌથી મોટી મીટ ઉત્પાદક કંપની પર મોટો સાઈબર હુમલો, કંપનીએ એક કરોડ ડોલર ચૂકવ્યાં

મીટ

Last Updated on June 11, 2021 by Damini Patel

બ્રાઝિલની મીટ ઉત્પાદક કંપની જેબીએસ અમેરિકા-ઓસ્ટ્રેલિયા-કેનેડા જેવા દેશોમાં વ્યાપક બિઝનેસ ધરાવે છે. આ કંપની ઉપર ગત ૩૧મી મેના રોજ મોટો સાઈબર એટેક થયો હતો. હેકર્સે કંપનીના સર્વરને હેક કરી લીધા હતા. કંપનીએ એફબીઆઈની મદદ માગી હતી. અમેરિકન એજન્સી એફબીઆઈએ તપાસ શરૃ કરી હતી. એ દરમિયાન હેકર્સે કંપનીની સિસ્ટમ ફરીથી ચાલુ કરવા માટે ૧.૧ કરોડ ડોલર એટલે કે અંદાજે ૮૦ કરોડ રૃપિયાની માગણી કરી હતી.

hacking
hacking

રેન્સમવેર એટેકના કારણે કંપનીની ડિજિટલ સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી. કેનેડા અને ઓસ્ટ્રેલિયાના યુનિટ તો બંધ કરવા પડયા હતા. આખરે કંપનીએ ૧.૧ કરોડ ડોલરની રકમ આપવાની તૈયારી બતાવી હતી.

આ અંગે કંપનીના સીઈઓ આન્દ્રે નોગ્યુરાએ કહ્યું હતું કે હેકર્સને ખંડણી આપવાનો નિર્ણય ખૂબ જ કપરો હતો, પરંતુ કંપનીએ ન છૂટકે એ નિર્ણય લીધો હતો. ગ્રાહકોની સુરક્ષા માટે કંપનીએ આખરે ખંડણી આપી દેવાનું નક્કી કર્યું હતું. કંપનીએ બિટ કોઈન્સમાં આ રકમ ચૂકવી હતી.

મીટ ઉત્પાદક કંપનીએ કહ્યું હતું કે દર વર્ષે કંપની આઈટી અને આઈટી એક્સપર્ટની સેવા પાછળ ૨૦ કરોડ ડોલરનો ખર્ચ કરે છે, છતાં હેકર્સે કંપનીની સિસ્ટમમાં રેન્સમવેર ઘૂસાડીને સર્વર હેક કરી દીધા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ડિવોર્સ બાદ ફરી પ્રેમમાં પડી રણબીર કપૂરની આ હૉટ હિરોઇન, રિલેશનશિપને લઇને કર્યો મોટો ખુલાસો

Bansari

સમગ્ર વિશ્વમાં 40 લાખથી પણ વધુ લોકોને ભરખી ગયો ઘાતક વાયરસ, એક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

pratik shah

બિટકોઇન પર અલ સલ્વાડોરને મોટો ઝટકો,વર્લ્ડ બેન્કે અલ આ વિનંતી ઠુકરાવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!