GSTV

Vastu Tips: ઘરની આ જગ્યાએ ફટકડીને કાળા કપડામાં વીંટી લટકાવી દો, બની રહેશે શાંતિ અને થશે પૈસાનો વરસાદ

Last Updated on December 29, 2020 by Ankita Trada

ફટકડી એક પ્રકારનું ખનિજ છે જે પહાડો પરથી પ્રાપ્ત થાય છે. ફટકડી ઔષધીય રૂપમાં પણ વપરાશ કરવામાં આવે છે. ઔષધિના રૂપમાં તેનો વપરાશ કરવા સિવાય પણ જ્યોતિષમાં તેનાથી જોડાયેલ કેટલાક ઉપાય પણ બતાવવામાં આવ્યા છે. આ ઉપાયોને અપનાવવાથી વાસ્તુ દોષને પણ દૂર કરવા સિવાય ઘણી પરેશાનીઓને પણ દૂર કરવામાં આવી શકે છે. તો આવો તમને જણાવી દઈએ કે, ફટકડી સાથે જોડાયેલ કેટલાક એવા ઉપોય વિશે જેનાથી ઘરમાં સુખ-શાંતિનું આગમન થાય છે.

નકારાત્મક ઉર્જાને પોતાની અંદર શોષવાના ગુણધર્મો

જો તમારા ઘરની આસપાસ ખંડેર જેવું મકાન અથવા સ્મશાનગૃહ છે અને તમારા ઘરની બારી અને દરવાજા તે દિશામાં ખુલે છે અથવા તમારી બાલકનીની સામે આવે છે તો આ શુભ નથી. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ મીઠું અથવા ફટકડી પોતાની અંદર નકારાત્મકતાને ગ્રહણ કરવાનો ગુણધર્મો ધરાવે છે. તમારા ઘરમાં નહાવાની જગ્યાના સ્થાનમાં એક બાઉલ ફટકડીને ભરી રાખો અને દર મહિને તેને બદલતા રહો. આમ કરવાથી ઘરમાં આવતી નકારાત્મકતાની સાથે હવામાં રહેલા જંતુઓનો પણ નાશ થાય છે.

ફટકડીના ટુકડાને સંભાળીને રાખો તમારી પાસે

જો તમે વારંવાર નોકરી અથવા ઈન્ટરવ્યૂ આપી રહ્યા છો અને પૂર્ણ મેહનત કર્યા બાદ પણ તમને સફળતા નથી મળી રહી તો. નવમીના દિવસે ફટકડીના 5 ટુકડા અને 6 વાદળી રંગના ફુલ દેવીમાંને અર્પિત કરી દો. વાસ્તુ પ્રમાણે આ ફૂલોને વહેજા જળમાં પ્રવાહિત કરી દો અને ફડકડીના ટુકડાને સંભાળી તમારી પાસે રાખી લો. જ્યારે તમે ઈન્ટરવ્યૂ દેવા અથવા કોઈ જરૂરી કામથી બહર જઈ રહ્યા છો તો, તે ટુકડાને પોતાની પાસે રાખી લો. તેનાથી સફળતા મળશે.

કાળા કપડામાં ફટકડીને બાંધી લટકાવી દો

જો તમે કોઈપણ કારણ વગરના કર્જથી પરેશાન છો તો વાસ્તુ પ્રમાણે એક પાનના પાંદડા પર થોડી ફટકડી અને સિંદુર લઈને તેને ઘરના મંદિરમાં રાખી દો. પૂજા કરતા સમયે ફટકળીની પણ પૂજા કરો. આવુ કરવાથી કર્જમાંથી પણ મુક્તિ મળે છે. બિઝનેસમાં પણ લાભ માટે કાર્યસ્થળ અથવા દુકાનના દરવાજા પર કાળા કપડામાં ફટકળી બાંધી લટકાવી દો. આવુ કરવાથી ઘરમાં બરકત આવે છે અને ભંડોળની અછત થતી નથી.

READ ALSO

Related posts

YouTube આપી રહ્યું છે વધુ કમાણી કરવાનો અવસર, Shorts બનાવવા પર મળી શકે છે 7.5 લાખ રૂપિયા

Damini Patel

છૂટછાટ/ ભારતીયો સહિત આ 6 દેશના નાગરિકોને UAEમાં પ્રવેશને મંજૂરી, પૂરી કરવી પડશે આ મહત્વની શરતો

Bansari

યોજના / રાજ્યમાં ૨.૬૬ લાખથી પણ વધારે ઘરો પર સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત, દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!