GSTV
India News Trending

કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ખુશખબર, બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકે છે આ રસીઃ સંશોધનમાં થયો આ ખુલાસો

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની ત્રીજી લહેર બાળકોને વધુ અસર કરી શકે છે. આવી ચિંતાઓ વચ્ચે ભારતીય સંશોધનકારોએ એક અધ્યયનમાં શોધી કાઢ્યું છે કે ઓરીની રસી બાળકોને કોરોના ચેપથી બચાવી શકે છે. પૂણેની બીજે મેડિકલ કોલેજના અભ્યાસમાં બતાવવામાં આવ્યું છે કે ઓરીની રસી કોરોના સામે 87.5 ટકા વધુ અસરકારકતા ધરાવે છે. પીઅર રિવ્યુ જર્નલ હ્યુમન વેક્સીન્સ એન્ડ ઇમ્યુનોથેરાપ્યુટિક્સમાં પ્રકાશિત આ અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓરીની રસી બાળકોમાં લાંબા સમય સુધી કોરોના ચેપ સામે રક્ષણ પ્રદાન કરી શકે છે. અભ્યાસના તારણોની પુષ્ટિ કરવા માટે સંશોધનકારોએ વધુ અભ્યાસ માટે અપીલ કરી છે.

ઓરીની રસી પર ધ્યાન કેન્દ્રિત કરીને કરાયો દુનિયાનો પહેલો અભ્યાસ

એક અહેવાલ મુજબ, અધ્યયનના મુખ્ય સંશોધનકાર અને બાળ ચિકિત્સક નિલેશ ગુર્જરે જણાવ્યું હતું કે આ દુનિયાનો પહેલો અભ્યાસ છે જેમાં એમએમઆર રસી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અભ્યાસમાં કહેવાયું છે કે કોરોનાનું એમિનો એસિડ સિક્વન્સ, ઓરીના રુબેલા વાયરસથી 30 ટકા સમાન છે. આની સાથે, કોરોનાનું સ્પાઇક (એસ) પ્રોટીન પણ ઓરી વાયરસના હેમાગ્લુટ્યુટિનિન પ્રોટીન જેવું જ છે. તેથી જ અમે આ અભ્યાસ કર્યો અને તેના પરિણામો આશાસ્પદ સામે આવ્યા છે.

ઓરીની રસી શા માટે આપવામાં આવે છે

નિલેશ ગુર્જરે એમ પણ કહ્યું હતું કે, એમએમઆર વેક્સિન કોવિડ-19 થી પ્રભાવિત બાળકોમાં સાયટોકાઈન સ્ટોર્મને રોકવામાં પણ મદદ કરી શકે છે. સાયટોકાઈન સ્ટોર્મ ત્યારે આવે જ્યારે શરીર વાયરસ સામે લડવાની જગ્યાએ તેના પોતાના કોષો અને પેશીઓ પર હુમલો કરવાનું શરૂ કરે છે. અભ્યાસ મુજબ એમએમઆર રસી કોવિડ -19 રસીની શોધ થાય ત્યાં સુધી બાળકોને સુરક્ષા પૂરી પાડી શકે છે. જેમને રસી આપવામાં આવી નથી અથવા એક ડોઝ પણ નથી મળ્યો, તેઓએ પણ એમએમઆર રસી લેવી જોઈએ, જેથી તેઓ ઓરીથી સુરક્ષિત રહે અને કોવિડથી પણ સુરક્ષા મેળવી શકે.

ઓરીની રસી છેલ્લા 35 વર્ષથી દેશના રસીકરણ કાર્યક્રમનો એક ભાગ

જો અધ્યયનમાં મળેલા પરિણામો જો યોગ્ય જણાય છે, તો આ સમાચાર ભારત માટે સારા છે, કારણ કે ઓરીની રસી છેલ્લા 35 વર્ષથી દેશના રસીકરણ કાર્યક્રમનો એક ભાગ છે. ભારતમાં ઓરીની રસીનો પ્રથમ ડોઝ 9-12 મહિનાની ઉંમરે અને બીજો ડોઝ 16-24 મહિનાની ઉંમરે આપવામાં આવે છે. આ અભ્યાસ 1 થી 17 વર્ષની વયના 548 બાળકો પર કરવામાં આવ્યો છે. આને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. પહેલો કે જેમણે આરટી-પીસીઆર દ્વારા કોવિડ -19 માટે પોઝીટીવ આવ્યા હતા અને બીજા પોઝીટીવ નહોતા આવ્યા.

અભ્યાસમાં મળેલ પરિણામો

અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ઓરી (MCVs)ની રસી અપાયેલા બાળકોમાં અન્ય જૂથની સરખામણીમાં સાર્સ-કોવ-2 સંક્રમણના ઓછા કેસ છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ઉંમર, લિંગ એમસીવીઓની સલામતીને અસર કરતું નથી. આ અભ્યાસ ઘણા સંશોધનકારોની પૂર્વધારણાને વધારનારી છે. જેમાં કહેવાયું છે કે બાળકોમાં ઓરી અને બીસીજી જેવી વેક્સિનથી મળેલી પ્રતિરક્ષા સાર્સ-કોવ-2 સંક્રમણ સામે રક્ષણ આપી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગાજેલી ફિલ્મ ઉંધા માથે પછડાઈ / ‘વિક્રમ વેધા’ પ્રથમ સપ્તાહે જ બોક્સ ઓફિસમાં ધડામ, છેલ્લા 10 વર્ષમાં ઋત્વિકની બીજી ફ્લોપ ફિલ્મ

Hardik Hingu

હવામાન એલર્ટ/ ફરી વરસાદની આગાહી, આટલા રાજ્યોમાં દેખાશે ચક્રવાત નોરુની અસર

Hemal Vegda

સુરક્ષાબળોને મળી સફળતા / જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો આતંકી ઝડપાયો, જાણો સમગ્ર મામલો

Hemal Vegda
GSTV