GSTV
Business Trending

ખાસ વાંચો / ઘણો કામનો છે ટ્રેનની ટિકિટ પર લખેલો આ 5 ડિજિટનો નંબર, જાણી લો ફાયદામાં રહેશો

IRCTC

Indian Railways Ticket 5 Digit Number: જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે. શું તમે ટ્રેનની ટિકિટ પર 5 ડિજિટનો નંબર જોયો છે? ટિકિટમાં રહેલો આ 5 ડિજિટનો નંબર તમને ઘણી મોટી માહિતી આપે છે. આ ટ્રેન નંબર તમને જણાવે છે કે તમે ક્યાં જઈ રહ્યા છો અને તમે ક્યાંથી આવો છો. એટલું જ નહીં, આ નંબર તમારી ટ્રેનનું સ્ટેટસ અને કેટેગરી પણ જણાવે છે. ચાલો સમજાવીએ કે આ 5 ડિજિટનો નંબર આ બધું કેવી રીતે જણાવી શકે છે.

આ 5 ડિજિટના નંબરનો અર્થ શું થાય છે

નોંધનીય છે કે દરેક ટ્રેનનો પોતાનો એક ખાસ નંબર હોય છે, જે તેની ઓળખ હોય છે. આ અંકો 0 થી 9 સુધી હોઈ શકે છે. ચાલો જાણીએ આ પાંચ ડિજિટના નંબર વિશે.

ટ્રેન

કઇ ડિજિટનો અર્થ શું થાય છે?

5 અંકોમાં પ્રથમ અંક (0-9) ના જુદા જુદા અર્થો છે.
0 એટલે કે આ ટ્રેન સ્પેશિયલ ટ્રેન છે. (સમર સ્પેશિયલ, હોલિડે સ્પેશિયલ અથવા અન્ય સ્પેશિયલ)

1 થી 4 સુધીના ડિજિટનો અર્થ

  • જો પહેલો અંક 1 હોય એટલે કે આ ટ્રેન લાંબા અંતર માટે જાય છે. ઉપરાંત, આ ટ્રેન રાજધાની, શતાબ્દી, જન આધાર, સંપર્ક ક્રાંતિ, ગરીબ રથ, દુરંતો હશે.
  • પહેલો અંક 2 છે એટલે કે આ ટ્રેન લાંબા અંતરની છે. બંનેની 1-2 અંકની ટ્રેનો એક જ ક્લાસમાં આવે છે.
  • જો પહેલો અંક 3 છે તો આ ટ્રેન કોલકાતા સબ અર્બન ટ્રેન છે.
  • જો પ્રથમ અંક 4 છે તો તે નવી દિલ્હી, ચેન્નાઈ, સિકંદરાબાદ અને અન્ય મેટ્રો શહેરોની સબ અર્બન ટ્રેન છે.
ટ્રેન

5 થી 9 સુધીના ડિજિટનો અર્થ

  • જો પહેલો અંક 5 છે તો તે પેસેન્જર ટ્રેન છે.
  • જો પહેલો અંક 6 છે તો તે મેમુ ટ્રેન છે.
  • જો પહેલો અંક 7 છે તો તે ડેમુ ટ્રેન છે.
  • જો પહેલો અંક 8 છે તો તે આરક્ષિત ટ્રેન છે.
  • જો પહેલો અંક 9 છે તો તે મુંબઈની સબ અર્બન ટ્રેન છે.

બીજો અને તે પછીની ડિજિટ

તમને જણાવી દઈએ કે આમાં બીજો અને ત્યારપછીની ડિજિટ પહેલા ડિજિટ અનુસાર જ હોય છે. ઉદાહરણ તરીકે, જો ટ્રેનનો પ્રથમ અક્ષર 0, 1 અને 2 થી શરૂ થાય છે, તો બાકીના ચાર અક્ષરો રેલવે ઝોન અને વિભાગને દર્શાવે છે. આ 2011 4-ડિજિટ સ્કીમ અનુસાર હોય છે. ચાલો જાણીએ તેમનો નંબર.

0- કોંકણ રેલ્વે
1- મધ્ય રેલવે, પશ્ચિમ-મધ્ય રેલવે, ઉત્તર મધ્ય રેલવે
2- સુપરફાસ્ટ, શતાબ્દી, જન શતાબ્દી બતાવે છે. આ ટ્રેનોના આગળના ડિજિટ ઝોન કોડ દર્શાવે છે.
3- પૂર્વીય રેલ્વે અને પૂર્વ મધ્ય રેલ્વે
4- ઉત્તર રેલ્વે, ઉત્તર મધ્ય રેલ્વે, ઉત્તર પશ્ચિમ રેલ્વે
5- નેશનલ ઈસ્ટર્ન રેલ્વે, નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર રેલ્વે
6- સાઉથર્ન રેલ્વે અને સાઉથર્ન વેસ્ટર્ન રેલ્વે
7- દક્ષિણ મધ્ય રેલવે અને દક્ષિણ પશ્ચિમ રેલવે
8- સાઉથર્ન ઈસ્ટર્ન રેલ્વે અને ઈસ્ટ કોસ્ટલ રેલ્વે
9- પશ્ચિમ રેલવે, ઉત્તર પશ્ચિમ રેલવે અને પશ્ચિમ મધ્ય રેલવે

આ સાથે તમને જણાવી દઈએ કે જે ટ્રેનનો પહેલો ડિજિટ 5,6,7 માંથી એક છે, તેમનો બીજો ડિજિટ ઝોન બતાવે છે અને બાકીનો ડિજિટ તેમનો ડિવિઝન કોડ દર્શાવે છે. એટલે કે આ નંબર તમારા માટે ઘણો કામનો છે.

Read Also

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi
GSTV