લદ્દાખમાં ચીન સાથેના તણાવ વચ્ચે ભારતે ફરી એક વખત ચીનને ચેતવણી આપી છે કે તે સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવી રાખવા ઈમાનદારીપૂર્વક સમજૂતી અને પ્રોટોકોલ્સનું પાલન કરે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમે આશા રાખીએ છીએ કે ચીની પક્ષ ઈમાનદારીપૂર્વક દ્વીપક્ષીય સમજૂતી અને પ્રોટોકોલ પ્રમાણે સરહદી ક્ષેત્રોમાં શાંતિ અને અમનની જાળવણી સુનિશ્ચિત કરશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારત અને ચીનના વરિષ્ઠ કમાંડર્સ વચ્ચે યોજાયેલી વર્તમાન બેઠકમાં બંને પક્ષ તરફથી એલએસી ખાતે તણાવ ઘટાડવા પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. આ સંજોગોમાં અમે ચીની પક્ષ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તે ઈમાનદારીથી સમજૂતી અને પ્રોટોકોલ્સનું પાલન કરશે અને સરહદી ક્ષેત્રોમાં શાંતિ જાળવવાના પ્રયત્નો સુનિશ્ચિત કરશે.
15 જૂનની રાતે લદ્દાખમાં હિંસક અથડામણ
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન બંને દેશ વચ્ચેનો સરહદી તણાવ હાલ ચરમસીમાએ છે. ગત 15 જૂનના રોજ રાતના સમયે પૂર્વીય લદ્દાખના ગાલવાન ઘાટી ક્ષેત્રમાં બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થઈ ગયા હતા. ત્યાર બાદ બંને દેશ વચ્ચેનો તણાવ વધતો ગયો હતો. આ સમસ્યાના સમાધાન માટે બંને પક્ષ વચ્ચે વાર્તાઓનો દોર ચાલુ છે.

ચીની એપ્સ પરના પ્રતિબંધ મુદ્દે નિવેદન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે 59 ચીની એપ્લિકેશન્સ ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધ મુદ્દે જણાવ્યું કે,વિદેશી ટેક કંપનીઓએ ભારતમાં સંચાલન દરમિયાન સંબંધીત મંત્રાલય અને વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો, કાયદાનું પાલન કરવું પડે છે. આ નિયમો સામાન્ય લોકોના ડેટાની સુરક્ષા અને તેની ગોપનીયતા સાથે સંકળાયેલા છે. સરકારે આ મામલે નિયમપાલનમાં ખામીને લઈ કાર્યવાહી કરી છે.
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં