GSTV
Home » News » MeToo: સાજીદ પર IFTDAની કાર્યવાહી, કરી દીધો એક વર્ષ માટે સસ્પેન્ડ

MeToo: સાજીદ પર IFTDAની કાર્યવાહી, કરી દીધો એક વર્ષ માટે સસ્પેન્ડ

MeToo મુવમેન્ટમાં ફિલ્મમેકર સાજીદ ખાન પર ઘણી મહિલાઓએ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેજ આરોપોની કાર્યવહી કરતા સાજીદ ખાનને IFTDA એટલે કે ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશને 1 વર્ષ માટે સસપેન્ડ કરી દિધો છે.

સૌથી પહેલા સાજીદ ખાન પર એક મહિલા પત્રકારે આરોપ લગાવ્યા હતો. ત્યાર બાદ અભિનેત્રી સલોની ચોપડા, રશેલ વાઈટ, સિમરન સુરીએ પણ ડાયરેક્ટર પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો પર ગંભીરતા પુર્વક વિચાર કરતા IFTDAએ સાજીદ ખાનને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

હાલમાં સાજીદે IFTDAના આ નિર્ણયની કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે આ મામલે કંઈ પણ કહી રહ્યા નથી. સાજીદ ખામ ઉપરાંત આલોકનાથ પર પણ #MeTooમાં આરોપ લાગ્યો છે. જેના પર કાર્યવાહી કરીને CINTAAએ થોડા દિવસો પહેલા આલોકનાથને નિષ્કાસિત કરી દિધા છે. એક્ટરની વિરુદ્ધ FIR પણ કરવામાં આવી છે.

ભાઈ સાજીદ પર આરોપ લાગ્યા બાદ ફરાહ ખાનને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ મારા પરિવાર માટે મુશ્કેલ સમય છે. જો મારા ભાઈએ આવું કામ કર્યું છે તો તેને આ કામનો અંજામ ભોગવવો પડશે. હું કોઈ પણ પ્રકારે આ વર્તનને સમર્થન નથી આપતી.

Read Also 

Related posts

અહીં ખુલ્યું અનોખુ ગાર્બેજ કેફે, એક કિલો પ્લાસ્ટિકના બદલે મળશે ભરપેટ ભોજન

Bansari

પૂર્વોતર રાજ્યો સહિત ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ, ૭૦ લાખ લોકો પ્રભાવિત

Arohi

દિલ્હી પોલીસના સ્પેશિય સેલે શ્રીનગરથી જૈશના આતંકી બશીર અહમદની કરી ધરપકડ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!