ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુર્કા’થી ફેમસ થવાવાળી આહના કૂમરાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ફિલ્મો અને બોલિવૂડમાં બનતા સેક્સ્યુઅલ હેરસમેંટ સહિત તમામ મુદ્દાઓ પર વાત કરી હતી. બોલિવૂડમાં સ્ટ્રગલ વિશે આહનાએ કહ્યું કે ફિલ્મોમાં કામ કરવા માટે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે પહેલાં ક્યારેય ન કરી હતી. તેથી તેમણે ફિલ્મોની જગ્યાએ ટીવી પર ‘એજન્ટ રાઘવ’ સીરિયલ માં કામ કર્યું.
બોલિવૂડમાં ચાલી રહેલ # મીટૂ કેમ્પન વિશે આહનાએ કહ્યું, ‘એકવાર સાજિદે મને મેસેજ કરીને કહ્યું કે તમે બિકનીમાં પણ હોટ દેખાવ છો. કાસ્ટિંગ વ્યવસ્થાપક ગર્લને ખૂબ ખરાબ રીતે રજૂ કરે છે. એક વાર અનિર્બાન બ્લાએ એક હોટેલની લોબીમાં મને કહ્યું હતું કે અહીં એક રૂમ છે ચાલો ત્યા નેગોશીએટ કરીએ. તેમણે કહ્યું કે દિગ્દર્શકને વારંવાર છોકરીઓને ગરમ ડ્રેસીઝમાં જ જોવાની ઇચ્છા થાય છે. જ્યારે મેં લિપસ્ટિક અન્ડર માય બુર્કા કરી લીધું ત્યારે લોકો કહે છે કે આ તો માત્ર બોલ્ડ ફિલ્મ જ કરે છે, તો હવે મને એવા બોલ્ડ ફિલ્મ્સની જ ઓફર આવે છે. ‘
સાજિદ વિશે વાત કરતા કરતા આહનાએ કહ્યું કે, તમને સાજીદના રૂમમાં મોકલવામાં આવે છે અને તમારે પણ એ જ જોવાનું કે જે તે જોઈ રહ્યા છે. જ્યારે મેં તેમને પૂછ્યું કે આપણે શા માટે બહાર ન બેસી શકીએ, તો તેઓ કહે છે કે ત્યાં તમારી માતા બેઠી છે અને તેમને તકલીફ નથી આપવી.
મેં તેમને એમ પણ કહ્યું કે મારી માતા પોલીસ અધિકારી છે, કદાચ એટલા માટે મારી સાથે તમીઝથી વાત કરતા હશે. છતાં પણ તેમણે મને એક વિચિત્ર વાત કરી, કે જો હું તને 100 કરોડ રૂપિયા આપું તો તું કૂતરા સાથે સેક્સ કરીશ? કદાચ તે મને મુર્ખ સમજતાં હશે. અર્થાત જો તેમના ફિલ્મોમાં કામ કરવું હશે તો તેમની દરેક વાત માનવી પડશે. ‘
READ ALSO
- પઠાણ કલેક્શનઃ ‘પઠાણ’ના તોફાનમાં ‘ગાંધી ગોડસે ઉડાવી…’, શાહરૂખ ખાનની ફિલ્મે ત્રીજા દિવસે પણ ખૂબ કમાણી કરી
- રણબીર કપૂરની વિચિત્ર હરકત, સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા ફેનનો ફોન ઝૂંટવી ફેંકી દીધો
- સિતારા દેવી/ 4 વાર ધર્મ બદલ્યો, 4 વખત છૂટાછેડા લીધા, જેણે નૃત્યને સિનેમાનો ભાગ બનાવ્યો, પરંતુ…
- મસાબાએ 17 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે પ્રભુતાના પગલા માંડયા, લગ્નમાં આ સેલિબ્રિટીઝ રહ્યા હાજર
- વેક્સિન વોર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે નાના પાટેકર, કરવામાં આવી સત્તાવાર જાહેરાત